Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ન્યુ ઝીલૅન્ડની અડધી ટીમ ૧૮૮ રને તંબુભેગી થઈ ત્યારે ફિલિપ્સે સદી કરીને સ્કોર ૪૦૦ નજીક પહોંચાડ્યો

ન્યુ ઝીલૅન્ડની અડધી ટીમ ૧૮૮ રને તંબુભેગી થઈ ત્યારે ફિલિપ્સે સદી કરીને સ્કોર ૪૦૦ નજીક પહોંચાડ્યો

Published : 19 June, 2026 10:10 AM | IST | London
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બીજી ટેસ્ટ-મૅચમાં ન્યુ ઝીલૅન્ડ પહેલી ઇનિંગ્સમાં ૩૯૧ રને આૅલઆઉટ થયું

સનગ્લાસિસ પહેરીને રમતો ગ્લેન ફિલિપ્સ ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરના બાઉન્સરથી બચવા અનેક વખત જમીન પર પટકાયો હતો. તે ૧૩૫ બૉલમાં ૧૦૦ રન ફટકારીને કિવી ટીમ માટે બન્યો તારણહાર.

સનગ્લાસિસ પહેરીને રમતો ગ્લેન ફિલિપ્સ ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરના બાઉન્સરથી બચવા અનેક વખત જમીન પર પટકાયો હતો. તે ૧૩૫ બૉલમાં ૧૦૦ રન ફટકારીને કિવી ટીમ માટે બન્યો તારણહાર.


લંડનના કેનિંગ્ટન ઓવલમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ-મૅચમાં ન્યુ ઝીલૅન્ડે યજમાન ઇંગ્લૅન્ડને જબરદસ્ત ટક્કર આપી છે. બીજા દિવસની રમત દરમ્યાન ન્યુ ઝીલૅન્ડ પહેલી ઇનિંગ્સમાં ૯૬.૨ ઓવર રમીને ૩૯૧ રને ઑલઆઉટ થયું હતું.

ગ્લેન ફિલિપ્સ રમવા આવ્યો ત્યારે ટીમનો સ્કોર ૫૨.૫ ઓવરમાં ૧૮૮ રન હતો અને અડધી ટીમ તંબુભેગી થઈ હતી. હેલ્મેટની અંદર સનગ્લાસિસ પહેરીને બૅટિંગ કરી રહેલા ગ્લેન ફિલિપ્સે ૧૮ ફોરની મદદથી ૧૩૫ બૉલમાં ૧૦૦ રન ફટકાર્યા હતા. ગ્લેન ફિલિપ્સ ૧૮ મૅચ બાદ પહેલી વખત ટેસ્ટ-સદી ફટકારીને ત્રણેય ફૉર્મેટમાં સેન્ચુરી નોંધાવનાર ન્યુ ઝીલૅન્ડનો ત્રીજો અને વિશ્વનો ૩૫મો બૅટર બન્યો હતો.



અંગ્રેજ ટીમ તરફથી સ્પિનર જેકબ બેથલે ૧૦ ઓવરમાં માત્ર ૨૬ રન આપીને ૩ વિકેટ લીધી હતી. જોફ્રા આર્ચર, સની બેકર અને મૅથ્યુ ફિશરને બે-બે સફળતા મળી હતી. 


નાઇટક્લબ વિવાદ બાદ ઇંગ્લૅન્ડનો ટેસ્ટ-કૅપ્ટન બેન સ્ટોક્સ ફરી એક વાર મેદાનમાં ઊતરવા તૈયાર

લંડન નાઇટક્લબ ઘટનાની તપાસ ચાલી રહી હોવાથી ઓવલ ટેસ્ટ-મૅચમાંથી દૂર રહેલો બેન સ્ટોક્સ ફરી એક વાર મેદાનમાં ઉતરશે. ઇંગ્લૅન્ડનો આ ઑલરાઉન્ડર આજથી કાઉન્ટી ચૅમ્પિયનશિપની મૅચ રમતો જોવા મળી શકે છે. નૉર્ધમ્પ્ટનશર સામેની મૅચ માટે ડરહમ કલબની સ્ક્વૉડમાં ઇંગ્લૅન્ડના કૅપ્ટન બેન સ્ટોક્સને સામેલ કરવામાં આવ્યો છે. ન્યુ ઝીલૅન્ડ સામેની પહેલી ટેસ્ટ-મૅચ બાદ નાઇટક્લબની બહાર ઝપાઝપીના વિડિયો વાઇરલ થયા બાદ બેન સ્ટોક્સની કૅપ્ટન્સી અને કરીઅર પર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. આ બધી ચર્ચાઓ વચ્ચે તે આજે ઍક્શનમાં દેખાઈ શકે છે.


Whatsapp-channel Whatsapp-channel

19 June, 2026 10:10 AM IST | London | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK