ભારતના ભૂતપૂર્વ ઓપનર શિખર ધવને ગઈ કાલે પોતાની સગાઈની જાહેરાત કરી હતી. આઇરિશ ગર્લફ્રેન્ડ સોફી શાઇન સાથે સગાઈ દરમ્યાન હાથમાં પહેરલી રિંગના ફોટો શૅર કરીને બન્નેએ આ ખુશખબર આપી હતી. આયરલૅન્ડમાં જન્મેલી ૩૫ વર્ષની સોફી એક પ્રોડક્ટ કન્સલ્ટન્ટ છે.
શિખર ધવને સોફી શાઇન સાથે ગુપચુપ સગાઈ કરી લીધી
ભારતના ભૂતપૂર્વ ઓપનર શિખર ધવને ગઈ કાલે પોતાની સગાઈની જાહેરાત કરી હતી. આઇરિશ ગર્લફ્રેન્ડ સોફી શાઇન સાથે સગાઈ દરમ્યાન હાથમાં પહેરલી રિંગના ફોટો શૅર કરીને બન્નેએ આ ખુશખબર આપી હતી. આયરલૅન્ડમાં જન્મેલી ૩૫ વર્ષની સોફી એક પ્રોડક્ટ કન્સલ્ટન્ટ છે.
૪૦ વર્ષના શિખર ધવને ફોટો-પોસ્ટ શૅર કરીને લખ્યું હતું કે ‘સાથે હસવાથી લઈને સાથે સપનાં જોવા સુધી. અમારી સગાઈ પર અમને મળેલાં બધા પ્રેમ, આશીર્વાદ અને શુભેચ્છાઓ માટે આભારી છું, કારણ કે અમે હંમેશાં સાથે રહેવાનું નક્કી કરી લીધું છે.’
બન્નેએ ગુપચુપ સગાઈ કયા વેન્યુ પર કરી એની પુષ્ટિ હજી સુધી થઈ નથી. અગાઉ અહેવાલ મળ્યા હતા કે શિખર ધવન ફેબ્રુઆરીના ત્રીજા અઠવાડિયામાં સોફી શાઇન સાથે લગ્ન કરશે. ધવનનાં પહેલાં લગ્ન આયેશા મુખરજી સાથે થયાં હતાં. ૨૦૨૩માં ડિવૉર્સ બાદ આયેશા મુખરજી શિખરથી જન્મેલા દીકરા ઝોરાવરને પોતાના વતન ઑસ્ટ્રેલિયા લઈ ગઈ હતી.