Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ગ્લેન મૅક્સવેલે ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી વિદાય લીધી

ગ્લેન મૅક્સવેલે ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી વિદાય લીધી

Published : 04 November, 2026 09:10 AM | Modified : 04 November, 2026 09:20 AM | IST | Australia
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

લિસ્ટ A અને ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટને પણ અલવિદા કહી દીધું, ગયા વર્ષે જૂન મહિનામાં વન-ડે ક્રિકેટમાંથી વિદાય લીધી હતી.

ગ્લેન મૅક્સવેલ

ગ્લેન મૅક્સવેલ


લિસ્ટ A અને ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટને પણ અલવિદા કહી દીધું, ગયા વર્ષે જૂન મહિનામાં વન-ડે ક્રિકેટમાંથી વિદાય લીધી હતી

ઑસ્ટ્રેલિયાના ૩૮ વર્ષના ઑલરાઉન્ડર ગ્લેન મૅક્સવેલે ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. ગયા વર્ષે જૂન મહિનામાં ગ્લેન મૅક્સવેલે વન-ડે ક્રિકેટમાંથી વિદાય લીધી હતી. T20 ઇન્ટરનૅશનલ સહિત તેણે લિસ્ટ A અને ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટને પણ અલવિદા કહી દીધું છે. જોકે તેણે બિગ બૅશ લીગ જેવી T20 લીગ રમતા રહેવાનો નિર્ણય લીધો છે. ગ્લેન મૅક્સવેલ છેલ્લે ફેબ્રુઆરી ૨૦૨૬માં શ્રીલંકામાં T20 વર્લ્ડ કપ દરમ્યાન ઑસ્ટ્રેલિયા માટે રમ્યો હતો. ત્યાર પછી તેને વાઇટ-બૉલ સિરીઝમાં સ્થાન મેળવવામાં સંઘર્ષ કરવો પડ્યો હતો.



ધ ફાઇનલ વર્ડ પૉડકાસ્ટ પર ગ્લેન મૅક્સવેલે કહ્યું, ‘મને આશા હતી કે હોમગ્રાઉન્ડ મેલબર્ન ક્રિકેટ સ્ટેડિયમમાં મને ફેરવેલ મૅચ રમવાની તક મળશે. જોકે આ ટીમ હવે નવી દિશામાં આગળ વધવા ઇચ્છે છે. ઑલિમ્પિક્સને ધ્યાનમાં રાખીને ૧૨થી ૨૪ મહિનામાં ટીમમાં નોંધપાત્ર ફેરફારો જોવા મળશે. કદાચ હવે મારા શરીર પર થોડું વધારે ધ્યાન આપવાનો સમય આવી ગયો છે. એનાથી હું મારી કરીઅરની બાકીની ટુર્નામેન્ટ્સમાં વધુ સારું પ્રદર્શન કરી શકીશ.’તામિલનાડુ મૂળના પરિવારની વિની રામન સાથે પરેણેલા ભારતના સ્ટાર જમાઈ ગ્લેન મૅક્સવેલે ૨૦૧૨માં ઇન્ટરનૅશનલ કરીઅર શરૂ કરી હતી. ગ્લેન મૅક્સવેલે ઑસ્ટ્રેલિયા સાથે ૨૦૧૫ અને ૨૦૨૩ના વન-ડે વર્લ્ડ કપની સાથે ૨૦૨૧નો T20 વર્લ્ડ કપ પણ જીત્યો હતો.


આૅલરાઉન્ડર ગ્લેન મૅક્સવેલનો ક્રિકેટ-રેકૉર્ડ

T20 ઇન્ટરનૅશનલમાં ગ્લેન મૅક્સવેલે રોહિત શર્માની જેમ સૌથી વધુ પાંચ સદી નોંધાવી હતી. ૧૩૦ મૅચમાં તેણે ૧૫૪.૪૨ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને ૨૮૯૭ રન કર્યા હતા. ૮૬ T20 ઇન્ટરનૅશનલ ઇનિંગ્સમાં સ્પિન-બોલિંગ કરીને તેણે ૫૧ વિકેટ પણ લીધી હતી. 


ઑસ્ટ્રેલિયા માટે ૧૪૦ વન-ડે મૅચમાં ૪ સદીની મદદથી ૩૯૯૦ રન કરીને ૭૭ વિકેટ લીધી હતી. વાનખેડે સ્ટેડિયમમાં વન-ડે વર્લ્ડ કપ 2023 દરમ્યાન તેણે અફઘાનિસ્તાન સામે ઐતિહાસિક ૨૦૧ રનની અણનમ ઇનિંગ્સ રમી હતી. ૫૦-૫૦ ઓવરના લિસ્ટ A ફૉર્મેટની ૨૨૯ મૅચમાં ૮ સદીના આધારે તેણે ૬૦૭૦ રન કરીને ૧૨૪ વિકેટ પણ ઝડપી છે. 

ઑસ્ટ્રેલિયા માટે ૨૦૧૩થી ૨૦૧૭ દરમ્યાન તેણે ૭ ટેસ્ટ-મૅચમાં ૧ સદીની મદદથી ૩૩૯ રન કરવાની સાથે ૮ વિકેટ પણ લીધી હતી. ૨૦૨૩ સુધી ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં તેણે ૬૯ મૅચ રમીને ૭ સેન્ચુરીની મદદથી ૪૧૪૭ રન કરીને ૭૮ વિકેટ પણ લીધી હતી.

Whatsapp-channel Whatsapp-channel

04 November, 2026 09:20 AM IST | Australia | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK