Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > હેડ કોચ આશિષ નેહરાના ઇશારે બાઉન્સર ફેંકીને મોહમ્મદ સિરાજે વન્ડરબૉયને તંબુભેગો કર્યો હતો

હેડ કોચ આશિષ નેહરાના ઇશારે બાઉન્સર ફેંકીને મોહમ્મદ સિરાજે વન્ડરબૉયને તંબુભેગો કર્યો હતો

Published : 11 May, 2026 03:20 PM | IST | Jaipur
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જયપુરમાં શનિવારે ગુજરાત ટાઇટન્સ સામે રાજસ્થાન રૉયલ્સના ઓપનર વૈભવ સૂર્યવંશીએ ૩ સિક્સ ફટકારીને વધુ એક મોટો રેકૉર્ડ પોતાના નામે કર્યો છે. એક IPL સીઝનના પાવરપ્લેમાં ૩૦થી વધુ સિક્સ ફટકારનારો તે પહેલો બૅટર બન્યો છે.

ગુજરાતના હેડ કોચ આશિષ નેહરાએ ડગઆઉટમાંથી આ રીતે કર્યો હતો ઇશારો. ગુજરાતના મોહમ્મદ સિરાજની ઓવર દરમ્યાન પગમાં બૉલ વાગતાં પીડાતો જોવા મળ્યો હતો રાજસ્થાનનો આક્રમક ઓપનર વૈભવ સૂર્યવંશી, વૈભવ સૂર્યવંશીને આઉટ કરીને આક્રમક ઉજવણી કરતો મોહમ્મદ સિરાજ.

ગુજરાતના હેડ કોચ આશિષ નેહરાએ ડગઆઉટમાંથી આ રીતે કર્યો હતો ઇશારો. ગુજરાતના મોહમ્મદ સિરાજની ઓવર દરમ્યાન પગમાં બૉલ વાગતાં પીડાતો જોવા મળ્યો હતો રાજસ્થાનનો આક્રમક ઓપનર વૈભવ સૂર્યવંશી, વૈભવ સૂર્યવંશીને આઉટ કરીને આક્રમક ઉજવણી કરતો મોહમ્મદ સિરાજ.


શનિવારે IPL 2026ની એક મૅચ દરમ્યાન ગુજરાત ટાઇટન્સના મોહમ્મદ સિરાજે રાજસ્થાન રૉયલ્સના ઓપનર વૈભવ સૂર્યવંશીને આઉટ કરીને ટીમને પહેલી વિકેટ અપાવી હતી. એક વાઇરલ વિડિયોમાં ગુજરાતના હેડ કોચ આશિષ નેહરાએ મેદાન પર મોહમ્મદ સિરાજ સામે માથા તરફ ઇશારો કરીને બાઉન્સર ફેંકવાનું સૂચન કર્યું હતું. ૨.૫મી ઓવરમાં મોહમ્મદ સિરાજના બાઉન્સરને બરાબર ન રમી શકનાર વૈભવ સૂર્યવંશી અર્શદ ખાનના હાથે કૅચઆઉટ થયો હતો. ૧૫ વર્ષનો વૈભવ સૂર્યવંશી ૧૬ બૉલમાં ૩૬ રન કરીને આઉટ થયો હતો. વન્ડરબૉયની વિકેટ લીધા બાદ મોહમ્મદ સિરાજે આક્રમક ઉજવણી કરી હતી. દરેક મોટા બોલર માટે હવે વૈભવ સૂર્યવંશીની વિકેટ લેવી એક મોટી સિદ્ધિ બની ગઈ છે.

જયપુરમાં શનિવારે ગુજરાત ટાઇટન્સ સામે રાજસ્થાન રૉયલ્સના ઓપનર વૈભવ સૂર્યવંશીએ ૩ સિક્સ ફટકારીને વધુ એક મોટો રેકૉર્ડ પોતાના નામે કર્યો છે. એક IPL સીઝનના પાવરપ્લેમાં ૩૦થી વધુ સિક્સ ફટકારનારો તે પહેલો બૅટર બન્યો છે. આ સીઝનમાં વૈભવ સૂર્યવંશીએ પાવરપ્લેમાં ૩૨ સિક્સ ફટકારીને ૩૫૯ રન કર્યા છે. અગાઉ અભિષેક શર્માએ પહેલી ૬ ઓવરમાં વધુ સિક્સ ફટકારવાના મામલે ૨૦૨૪માં ૨૯ સિક્સ ફટકારી હતી. આ સીઝનમાં અભિષેક શર્માએ પાવરપ્લેમાં ૨૭ સિક્સ ફટકારી છે. આ IPL સીઝનમાં તેણે ઓવરઑલ ૪૦ સિક્સ ફટકારી છે. ભારતીય તરીકે એક IPL સીઝનમાં સૌથી વધુ ૪૨ સિક્સ ફટકારવાનો રેકૉર્ડ અભિષેક શર્માએ ૨૦૨૪માં કર્યો હતો.



IPL 2026માં વૈભવ સૂર્યવંશીનો પાવરપ્લે રેકૉર્ડ 

રન

૩૫૯

બૉલ

૧૪૮

આઉટ

સ્ટ્રાઇક-રેટ

૨૪૨.૫૬

ફોર

૩૩

સિક્સ

૩૨


જૉસ બટલર પાસેથી બૅટ મેળવ્યા બાદ વૈભવે કહ્યું... ઑટોગ્રાફ નહીં લેના હૈ, ઇસ બૅટ સે ખેલના હૈ

રાજસ્થાન રૉયલ્સના જૂના ઓપનર જૉસ બટલર અને વર્તમાન ઓપનર વૈભવ સૂર્યવંશીનો રસપ્રદ વિડિયો વાઇરલ થયો છે. આ વિડિયોમાં ગુજરાત ટાઇટન્સના વિકેટકીપર-બૅટર જૉસ બટલર પાસે ૧૫ વર્ષનો વૈભવ બૅટની માગણી કરતો જોવા મળ્યો હતો. ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ કૅપ્ટન પાસેથી બૅટ મેળવ્યા બાદ વૈભવને સોશ્યલ મીડિયા ટીમ તરફથી તેના પર ઑટોગ્રાફ લેવાનું સૂચન કરવામાં આવ્યું હતું, પણ વૈભવે કહ્યું હતું, ‘ઑટોગ્રાફ નહીં લેના હૈ, ઇસ બૅટ સે ખેલના હૈ.’ આગામી મૅચમાં વૈભવ સૂર્યવંશી આ બૅટથી રમતો જોવા મળી શકે છે.


Whatsapp-channel Whatsapp-channel

11 May, 2026 03:20 PM IST | Jaipur | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK