૨૦૨૦માં દિલ્હી કૅપિટલ્સ અને ૨૦૨૨થી ૨૦૨૪ દરમ્યાન ચેન્નઈ સુપર કિંગ્સ માટે ૨૦ લાખ રૂપિયામાં રમ્યો હતો. ૨૦૨૫થી તે રાજસ્થાન રૉયલ્સ માટે ૬.૫૦ કરોડ રૂપિયામાં રમી રહ્યો છે.
રાશિદ ખાનની વિકેટ લીધા બાદ વિકેટની ઉજવણી કરતો તુષાર દેશપાંડે.
સાઉથ આફ્રિકાનો ભૂતપૂર્વ પેસ બોલર અને વર્તમાન કૉમેન્ટેટર ડેલ સ્ટેન મુંબઈના પેસ બોલર તુષાર દેશપાંડેના પ્રદર્શનથી ખૂબ પ્રભાવિત થયો છે. ગુજરાત સામેની મૅચમાં રાજસ્થાન માટે તેણે ૩ ઓવરમાં ૨૪ રન આપીને અંતિમ ઓવરમાં ૧૧ રન ડિફેન્ડ કરતા સમયે સ્ટેન્ડ-ઇન કૅપ્ટન રાશિદ ખાનની વિકેટ લીધી હતી. ડેલ સ્ટેને કહ્યું હતું કે ‘તુષાર દેશપાંડે દ્વારા ફેંકવામાં આવેલી છેલ્લી ઓવર અસાધારણ હતી. પ્રેશર હેઠળ પણ તેણે સંપૂર્ણ ચોકસાઈથી પોતાના યૉર્કર ફેંક્યા. તેણે રાશિદ ખાન જેવા ખેલાડીને બાઉન્ડરી મારવાની કોઈ પણ તક આપી નહીં. આવી ઉચ્ચ પ્રેશરવાળી પરિસ્થિતિઓમાં શાંત રહેવું કોઈ પણ બોલર માટે અતિ મુશ્કેલ છે, કારણ કે એ સમયે તમારા મનમાં ઘણા બધા વિચારો દોડતા હોય છે. જોકે પ્રેશરને વશ થયા વિના પોતાની યોજનાઓને સંપૂર્ણતા સુધી અમલમાં મૂકવી એ ખરેખર દુર્લભ કૌશલ્ય છે. આ પ્રદર્શન ખાતરી કરશે કે તે આ IPL સીઝન દરમ્યાન ભારતીય સિલેક્ટર્સના રડાર પર રહેશે. તેઓ તેના પરથી નજર હટાવી શકશે નહીં.’
કેવો રહ્યો છે તુષાર દેશપાંડેનો ક્રિકેટ-રેકૉર્ડ?
ADVERTISEMENT
મુંબઈ માટે નિયમિત ડોમેસ્ટિક મૅચ રમતો ૩૦ વર્ષનો તુષાર દેશપાંડે જુલાઈ ૨૦૨૪માં ભારત માટે ઝિમ્બાબ્વે સામે બે T20 મૅચ રમીને બે વિકેટ લઈ ચૂક્યો છે. T20 ક્રિકેટની ૧૦૩ મૅચમાં તેણે ૮.૮૭ના ઇકૉનૉમી રેટથી બોલિંગ કરીને ૧૩૬ વિકેટ લીધી છે. IPLમાં તેણે ૪૭ મૅચમાં બાવન વિકેટ ઝડપી છે. ૨૦૨૦માં દિલ્હી કૅપિટલ્સ અને ૨૦૨૨થી ૨૦૨૪ દરમ્યાન ચેન્નઈ સુપર કિંગ્સ માટે ૨૦ લાખ રૂપિયામાં રમ્યો હતો. ૨૦૨૫થી તે રાજસ્થાન રૉયલ્સ માટે ૬.૫૦ કરોડ રૂપિયામાં રમી રહ્યો છે.
