શનિવારે રાજસ્થાન સામે ગુજરાતની ઓપનિંગ જોડી સાઈ સુદર્શન અને શુભમન ગિલે ૧૦.૫ ઓવરમાં ૧૧૮ રનની ભાગીદારી કરી હતી. IPLમાં સૌથી વધુ ૯ વખત સદીની ભાગીદારી કરવાના મામલે આ બન્નેએ બીજા ક્રમે વિરાટ કોહલી અને ક્રિસ ગેઇલની બરાબરી કરી હતી.
સાઈ સુદર્શન અને શુભમન ગિલ
ગુજરાત ટાઇટન્સના કૅપ્ટન શુભમન ગિલે રાજસ્થાન રૉયલ્સ સામે ૩૬ બૉલમાં ૫૫ રન કરીને સીઝનમાં ૪૦૦ પ્લસ રન કર્યા હતા. આ સીઝનમાં ૧૦ મૅચમાં ૧૬૦.૪૧ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને ૪૬.૨૦ના ઍવરેજથી ૪૬૧ રન કરીને શુભમન ગિલે ઑરેન્જ કૅપની રેસમાંથી દાવેદારી મજબૂત કરી લીધી હતી. IPL ઇતિહાસમાં સૌથી વધુ લાગલગાટ ૭ સીઝનમાં ૪૦૦ પ્લસ રન કરવાના મામલે શુભમન ગિલે ભારતના ભૂતપૂર્વ સ્ટાર બૅટર સુરેશ રૈના અને શિખર ધવનના રેકૉર્ડની બરાબરી કરી લીધી હતી. સુરેશ રૈનાએ ૨૦૦૮થી ૨૦૧૪ વચ્ચે અને શિખર ધવને ૨૦૧૬થી ૨૦૨૨ વચ્ચે સતત ૭ સીઝનમાં આ કમાલ કરી હતી. શુભમન ગિલે ૨૦૨૦થી સતત ૭ સીઝનમાં ૪૦૦થી વધુ રન કર્યા છે. તેણે કલકત્તા માટે ૨૦૨૦માં ૪૪૦ અને ૨૦૨૧માં ૪૮૩ રન કર્યા હતા. તેણે ગુજરાત માટે ૨૦૨૨માં ૪૮૩, ૨૦૨૩માં ૮૯૦, ૨૦૨૪માં ૪૨૬ અને ૨૦૨૫માં ૬૫૦ રન કર્યા હતા.
સાઈ સુદર્શન અને શુભમન ગિલની જોડીએ ૪૩ ઇનિંગ્સમાં ફાસ્ટેસ્ટ ૨૫૦૦ રન કર્યા
ADVERTISEMENT
શનિવારે રાજસ્થાન સામે ગુજરાતની ઓપનિંગ જોડી સાઈ સુદર્શન અને શુભમન ગિલે ૧૦.૫ ઓવરમાં ૧૧૮ રનની ભાગીદારી કરી હતી. IPLમાં સૌથી વધુ ૯ વખત સદીની ભાગીદારી કરવાના મામલે આ બન્નેએ બીજા ક્રમે વિરાટ કોહલી અને ક્રિસ ગેઇલની બરાબરી કરી હતી. આ લિસ્ટમાં ૧૦ શતકીય પાર્ટનરશિપ સાથે પહેલા ક્રમે વિરાટ કોહલી અને એ. બી. ડિવિલિયર્સ બિરાજે છે. ઓપનિંગ જોડી તરીકે IPLમાં સૌથી વધુ ૬ વખત ૧૦૦+ રનની ભાગીદારી કરવાના મામલે આ બન્નેએ વધુ બે જોડીની બરાબરી કરી છે. હૈદરાબાદ માટે ડેવિડ વૉર્નર-શિખર ધવન અને અભિષેક શર્મા-ટ્રૅવિસ હેડ આ કમાલ કરી ચૂક્યા છે. સાઈ સુદર્શન અને શુભમન ગિલની જોડીએ ૪૩ ઇનિંગ્સમાં ફાસ્ટેસ્ટ ૨૫૦૦ IPL રનની ભાગીદારી કરી હતી. અગાઉ આ ટુર્નામેન્ટમાં વિરાટ કોહલી અને ક્રિસ ગેઇલે ૫૫ ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી. સાઈ સુદર્શન અને શુભમન ગિલ IPLમાં ૨૫૦૦ પ્લસ રન કરનાર પહેલી ભારતીય જોડી બની છે.
રવીન્દ્ર જાડેજાના પૉકેટ-સેલિબ્રેશનની કૉપી કરીને રાશિદ ખાને બનાવ્યો રમૂજી વિડિયો

પિન્ક સિટી, બ્લુ રિઝલ્ટ, ખમ્મા ઘણી

સતત ચોથી જીત બાદ ગુજરાતના કૅપ્ટન શુભમન ગિલે હરીફ ટીમની મશ્કરી કરતી પોસ્ટ શૅર કરવાનું ચાલુ રાખ્યું હતું. રાજસ્થાન સામેની જીત બાદ શુભમન ગિલે પ્લેયર ઑફ મૅચ રાશિદ ખાન સાથે અનોખો પોઝ આપીને કૅપ્શનમાં લખ્યું હતું, ‘પિન્ક સિટી, બ્લુ રિઝલ્ટ, ખમ્મા ઘણી.’ પિન્ક સિટી જયપુરમાં રમાયેલી આ મૅચમાં રાશિદ ખાને ૪ ઓવરમાં ૩૩ રન આપીને ૪ વિકેટ લીધી હતી.
