Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > યુરોપ વેકેશન દરમ્યાન હાર્દિક-માહિકાએ માણ્યો હેલિકૉપ્ટર રાઇડનો આનંદ

યુરોપ વેકેશન દરમ્યાન હાર્દિક-માહિકાએ માણ્યો હેલિકૉપ્ટર રાઇડનો આનંદ

Published : 30 May, 2026 05:43 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

IPL 2026ની ખરાબ સીઝન બાદ હાર્દિક પંડ્યા પોતાની ગર્લફ્રેન્ડ માહિકા શર્મા સાથે યુરોપમાં વેકેશન માણી રહ્યો છે. માહિકા શર્માએ ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા સાથેના કેટલાક રોમૅન્ટિક ફોટો સોશ્યલ મીડિયા પર શૅર કર્યા હતા.

યુરોપ વેકેશન દરમ્યાન હાર્દિક-માહિકાએ માણ્યો હેલિકૉપ્ટર રાઇડનો આનંદ

યુરોપ વેકેશન દરમ્યાન હાર્દિક-માહિકાએ માણ્યો હેલિકૉપ્ટર રાઇડનો આનંદ


IPL 2026ની ખરાબ સીઝન બાદ હાર્દિક પંડ્યા પોતાની ગર્લફ્રેન્ડ માહિકા શર્મા સાથે યુરોપમાં વેકેશન માણી રહ્યો છે. માહિકા શર્માએ ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા સાથેના કેટલાક રોમૅન્ટિક ફોટો સોશ્યલ મીડિયા પર શૅર કર્યા હતા. માહિકાએ યુરોપિયન દેશ ફ્રાન્સમાં ટ્રાવેલિંગ, હોટેલ રૂમ અને હેલિકૉપ્ટર રાઇડ દરમ્યાનના કેટલાક યાદગાર ફોટો શૅર કર્યા હતા.

માહિકા શર્માએ આ ફોટો સાથે લખ્યું હતું કે ‘જાગવું, સ્મિત કરવું અને ફૂલોની સુગંધમાં શ્વાસ લેવો. દરેક વખતે નીચે પડવા છતાં ઊઠવું અને તારાઓ, ચંદ્ર અને નદીઓનો આદર કરવો. ભયનો સામનો કરતી વખતે પણ પ્રામાણિક રહેવું અને એકલા ઊભા રહીને પણ શ્રદ્ધાને વળગી રહેવું. યુદ્ધના સમયમાં પણ આશા શોધવી અને જ્યારે તમારી સાથે અન્યાય થયો હોય ત્યારે પણ માફ કરવું.’

માહિકા શર્માએ વધુમાં લખ્યું કે ‘તમારા દરેક શ્વાસનો ઉપયોગ તમારા ડૉગ અને બાળક સાથે રમવા અને તમારી પત્નીને કિસ કરવા માટે કરો. પ્રેમ કરતા રહો અને પ્રેમ મેળવતા રહો. જીવનનો અર્થ એ જ છે.’ 


Whatsapp-channel Whatsapp-channel

30 May, 2026 05:43 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK