Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > રોહિત શર્માએ મુંબઈ ઇન્ડિયન્સ સાથે ૧૫ વર્ષ પૂરાં કર્યાં

રોહિત શર્માએ મુંબઈ ઇન્ડિયન્સ સાથે ૧૫ વર્ષ પૂરાં કર્યાં

Published : 12 April, 2026 09:14 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જો હું આ ટીમમાં ન હોત તો હું લીડરશિપ સ્કિલ શીખી શક્યો ન હોત. આ ટીમને કારણે મને કૅપ્ટન અને પ્લેયર તરીકે આગળ વધવામાં મદદ મળી. - રોહિત શર્મા 

રોહિત શર્માએ મુંબઈ ઇન્ડિયન્સ સાથે ૧૫ વર્ષ પૂરાં કર્યાં

રોહિત શર્માએ મુંબઈ ઇન્ડિયન્સ સાથે ૧૫ વર્ષ પૂરાં કર્યાં


૩૮ વર્ષના રોહિત શર્માએ હાલમાં મુંબઈ ઇન્ડિયન્સ સાથે ૧૫ વર્ષ પૂરાં કર્યાં છે. વાનખેડે સ્ટેડિયમના ડ્રેસિંગ રૂમમાં સ્પેશ્યલ કેક અને પોસ્ટર દ્વારા રોહિત શર્માને સન્માનિત કરવામાં આવ્યો હતો. રોહિત શર્મા મુંબઈ ઇન્ડિયન્સ માટે ૨૩૯ T20 મૅચમાં હાઇએસ્ટ ૬૨૬૭ રન ફટકારી ચૂક્યો છે. તેણે ટીમ માટે ૪૧ ફિફ્ટી અને બે સદી પણ ફટકારી છે. 

તું એક શાનદાર અને મહાન માણસ છે. મેં તારી કૅપ્ટન્સીમાં જ ડેબ્યુ કર્યું. દરેક સમયે ફ્રેન્ડ્લી રહીને અમારું નેતૃત્વ કરવા બદલ આભાર. - મુંબઈનો વર્તમાન કૅપ્ટન હાર્દિક પંડ્યા



જો હું આ ટીમમાં ન હોત તો હું લીડરશિપ સ્કિલ શીખી શક્યો ન હોત. આ ટીમને કારણે મને કૅપ્ટન અને પ્લેયર તરીકે આગળ વધવામાં મદદ મળી. - રોહિત શર્મા 


૨૦૧૧થી રોહિત શર્મા સતત સોળમી IPL સીઝન મુંબઈ ઇન્ડિયન્સ માટે રમી રહ્યો છે. રોહિત શર્મા મુંબઈ માટે ચૅમ્પિયન્સ લીગ T20ની બે સીઝન પણ રમ્યો છે. રોહિત શર્માની આગેવાનીમાં મુંબઈએ ૨૦૧૩, ૨૦૧૫, ૨૦૧૭, ૨૦૧૯ અને ૨૦૨૦ની IPL ટ્રોફી જીતી હતી. ૨૦૧૩માં તેના નેતૃત્વમાં ટીમે ચૅમ્પિયન્સ લીગ T20 પણ જીતી હતી.


Whatsapp-channel Whatsapp-channel

12 April, 2026 09:14 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK