Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > હવે ચેન્નઈ માટે IPL રમશે હાર્દિક પંડ્યા?

હવે ચેન્નઈ માટે IPL રમશે હાર્દિક પંડ્યા?

Published : 26 May, 2026 11:10 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગર્લફ્રેન્ડ માહિકા શર્માની ‘૦૭:૦૭’ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીને કારણે ચેન્નઈમાં ટ્રેડ થશે એવી ચર્ચા...

હાર્દિક પંડ્યા

હાર્દિક પંડ્યા


મુંબઈ સાથેની સંઘર્ષમય સીઝન સમાપ્ત થયા બાદ કૅપ્ટન હાર્દિક પંડ્યા ગઈ કાલે મુંબઈ ઍરપોર્ટ પર ગર્લફ્રેન્ડ માહિકા શર્મા સાથે જોવા મળ્યો હતો. વેકેશન પર જઈ રહ્યાં હોય એવી ઇન્સ્ટાગ્રામ સ્ટોરી માહિકા શર્માએ હાર્દિક પંડ્યા સાથે શૅર કરી હતી. આ ફોટોમાં એક મોબાઇલ ફોનમાં સમય ૦૭:૦૭ જોવા મળ્યો હતો.

૭ નંબર ચેન્નઈ સુપર કિંગ્સના અનુભવી ખેલાડી મહેન્દ્ર સિંહ ધોનીનો જર્સી નંબર છે. આ સ્ટોરીને કારણે સોશ્યલ મીડિયા પ્લેટફૉર્મ પર હાર્દિક પંડ્યાના IPL ભવિષ્ય વિશે ચર્ચા શરૂ થઈ ગઈ છે. એવી ચર્ચા તેજ બની છે કે આગામી સીઝનમાં ચેન્નઈ હાર્દિકને મુંબઈમાંથી ટ્રેડ કરીને પોતાની ટીમમાં સામેલ કરી શકે છે. એની કૅપ્ટન્સીમાં મુંબઈ છેલ્લી ત્રણ સીઝનમાંથી બે સીઝનમાં તળિયાની ટીમોમાંથી એક રહી છે. 

કૅપ્ટન હાર્દિક પંડ્યાએ IPL 2026માં કેવું પ્રદર્શન કર્યું?
IPL 2026માં મુંબઈ કૅપ્ટન હાર્દિક પંડ્યાએ ૧૦ મૅચોમાં ૨૦૬ રન બનાવ્યા. તેની ઍવરેજ ૨૨.૮૯ અને સ્ટ્રાઇક-રેટ ૧૩૮.૨૫નાં રહ્યાં હતાં. તેણે ૪૦ રનનો ટૉપ સ્કોર નોંધાવ્યો અને ૪ વિકેટ પણ લીધી. IPL 2021ની ૧૨૧ રનની સીઝન પછી આ તેની સૌથી ઓછી સ્કોરિંગ સીઝન બની હતી.


Whatsapp-channel Whatsapp-channel

26 May, 2026 11:10 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK