Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > અર્જુનને બે મહિના માટે મને સોંપી દો, હું તેને ક્રિસ ગેઇલ બનાવીશ

અર્જુનને બે મહિના માટે મને સોંપી દો, હું તેને ક્રિસ ગેઇલ બનાવીશ

Published : 13 December, 2024 10:36 AM | Modified : 13 December, 2024 10:36 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

યુવરાજ સિંહના પપ્પા યોગરાજ સિંહ કહે છે...

યોગરાજ સિંહ

યોગરાજ સિંહ


સચિન તેન્ડુલકરનો દીકરો અર્જુન તેન્ડુલકર પચીસ વર્ષનો થઈ ગયો છે, પરંતુ હજી સુધી તેની ક્રિકેટ-કરીઅરને વેગ મળ્યો નથી. તે IPLમાં મુંબઈ ઇન્ડિયન્સ અને ડોમેસ્ટિક ક્રિકેટમાં ગોવા તરફથી રમે છે, પરંતુ અત્યાર સુધી આ પ્લેયર અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શક્યો નથી. IPLના મેગા ઑક્શનમાં અંતિમ રાઉન્ડમાં મુંબઈ ઇન્ડિયન્સે આ લેફ્ટ આર્મ મીડિયમ ફાસ્ટ બોલરને ૩૦ લાખની બેઝ-પ્રાઇસમાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો.


ભૂતપૂર્વ ભારતીય ઑલરાઉન્ડર યુવરાજ સિંહના પપ્પા યોગરાજ સિંહે હાલમાં એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘અર્જુન મારી પાસે ૮ દિવસ માટે આવ્યો હતો અને મેં તેને અરેબિયન ઘોડો બનાવ્યો હતો. એક વખત પ્રૅક્ટિસ દરમ્યાન તેના પગ પર બૉલ વાગ્યો અને મેં તેને આરામ કરવાને બદલે બૅટિંગ કરવા કહ્યું. આ પછી તેણે લાંબી સિક્સર ફટકારી. રણજી ટ્રોફીમાં પણ સેન્ચુરી ફટકારી. બે મહિના માટે તેને મને સોંપી દો, હું તેને ક્રિસ ગેઇલ બનાવીશ.’



અર્જુન તેન્ડુલકરનો રેકૉર્ડ 


૧૭ ફર્સ્ટ ક્લાસ મૅચ : ૫૩૨ રન, ૩૭ વિકેટ
૧૫ લિસ્ટ-A મૅચ : ૬૨ રન, ૨૧ વિકેટ 
૨૪ T20 મૅચ : ૧૧૯ રન, ૨૭ વિકેટ


Whatsapp-channel Whatsapp-channel

13 December, 2024 10:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK