ગયા વર્ષના પ્રદર્શનના આધારે આઇસીસીએ પ્લેઇંગ ઇલેવનની જાહેરાત કરી છે જેમાં પાકિસ્તાનના બાબર આઝમને કૅપ્ટન બનાવવામાં આવ્યા છે. આ ટીમમાં એક પણ ભારતીય ખેલાડીનું નામ સામેન કરવામાં આવ્યું નથી.

તસવીર સૌજન્ય મિડ-ડે
ભારતીય ક્રિકેટ ટીમે ગયા વર્ષે ટી20 ફૉર્મેટમાં કંઇ ખાસ પ્રદર્શન નથી કર્યું. આનું પરિણામ તેણે આઇસીસી દ્વારા જાહેર 2021ની ટીમમાં ભોગવવું પડ્યું છે. ગયા વર્ષના પ્રદર્શનના આધારે આઇસીસીએ પ્લેઇંગ ઇલેવનની જાહેરાત કરી છે જેમાં પાકિસ્તાનના બાબર આઝમને કૅપ્ટન બનાવવામાં આવ્યા છે. આ ટીમમાં એક પણ ભારતીય ખેલાડીનું નામ સામેન કરવામાં આવ્યું નથી.
આઇસીસી દ્વારા જાહેર 2021ના પ્લેઇંગ ઇલેવનમાં પાકિસ્તાનના ત્રણ ખેલાડીઓને જગ્યા આપવામાં આવી છે. આ ટીમમાં સાઉથ આફ્રિકાના ત્રણ, ઑસ્ટ્રેલિયાના બે, એક ઇંગ્લેન્ડનો, એક શ્રીલંકા અને એક બાંગ્લાદેશના ખેલાડીને સ્થાન આપવામાં આવ્યું છે. પાકિસ્તાન તરફથી મોહમ્મદ રિઝવાબ, બાબર આઝમ અને ફાસ્ટ બૉલર શાહીન આફરિદીનું નામ છે. સાઉથ આફ્રિકાના મિડલ ઑર્ડલ બેટ્સમેન એડન મારક્રમ, ડેવિડ મિલર અને સ્પિનર તબરેઝ શામ્સીનું નામ છે. ઑસ્ટ્રેલિયાના ઑલરાઉન્ડર મિચેલ માર્શ અને બૉલર જોશ હેઝલવુડનું નામ ટીમમાં રાખવામાં આવ્યું છે.
ઇંગ્લેન્ડના વિસ્ફોટક ઓપનર જોસ બટલરને પણ ટીમમાં ઓપનર તરીકે જગ્યા આપવામાં આવી છે. આ સિવાય શ્રીલંકાના સ્પિનર વનિંદુ હસારંગા અને બાંગ્લાદેશના અનુભવી બૉલર મુસ્તાફિઝુર રહમાનનું નામ પણ આ પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવ્યા છે.
ઓપનર તરીકે બટલર અને રિઝવાનની જોડીને જગ્યા આપવામાં આવી છે જ્યારે ત્રીજા નંબર પર બાબરને બેટિંગમાં જગ્યા મળી છે. ત્યાર બાદ મારક્રમ છે પછી ઑલરાઉન્ડર મિચેલ માર્શનું નામ આવે છે. મિલરને સાતમા નંબર પર ફિનિશર તરીકે રાખવામાં આવ્યો છે. સ્પિનર તરીકે હસારંગા અને શામ્સી છે તો ફાસ્ટ બૉલરમાં હેઝલવુડ, મુસ્તાફિઝુર અને શાહિન આફરિદીને સ્ટાર્કનો સાથ મળશે.
આઇસીસીની 2021ની ટી20 ઇલેવન
જોસ બટલર (ઇંગ્લેન્ડ), મોહમ્મદ રિઝવાન (પાકિસ્તાન), બાબર આઝમ (પાકિસ્તાન), એડેન મારક્રમ (સાઉથ આફ્રિકા), મિચેલ માર્શ (ઑસ્ટ્રેલિયા), ડેવિડ મિલર (સાઉથ આફ્રિકા), તબરેઝ શામ્સી (સાઉથ આફ્રિકા), જોસ હેઝલવુડ (ઑસ્ટ્રેલિયા), વનિંદુ હસારંગા (શ્રીલંકા), મુસ્તાફિઝુર રહમાન (બાંગ્લાદેશ), શાહિન આફરીદી (પાકિસ્તાન)