Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > લૉસ ઍન્જલસ 2028 ઑલિમ્પિક્સના ક્રિકેટ સ્ટેડિયમનું બાંધકામ શરૂ થયું

લૉસ ઍન્જલસ 2028 ઑલિમ્પિક્સના ક્રિકેટ સ્ટેડિયમનું બાંધકામ શરૂ થયું

Published : 24 April, 2026 03:51 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ સ્ટેડિયમ મૂળ તો નાઇટ રાઇડર્સ ફ્રૅન્ચાઇઝીનું હોમગ્રાઉન્ડ હશે

આ સ્ટેડિયમ મૂળ તો નાઇટ રાઇડર્સ ફ્રૅન્ચાઇઝીનું હોમગ્રાઉન્ડ હશે

આ સ્ટેડિયમ મૂળ તો નાઇટ રાઇડર્સ ફ્રૅન્ચાઇઝીનું હોમગ્રાઉન્ડ હશે


લૉસ ઍન્જલસ 2028 ઑલિમ્પિક્સ માટે ક્રિકેટ સ્ટેડિયમનું બાંધકામ અમેરિકાના કૅલિફૉર્નિયાના પોમોનામાં શરૂ થયું છે. આ સ્ટેડિયમ મૂળ તો મેજર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટની લૉસ ઍન્જલસ નાઇટ રાઇડર્સનું હોમ ગ્રાઉન્ડ છે. આ સ્ટેડિયમમાં જ ૧૨૮ વર્ષ બાદ ઑલિમ્પિક્સમાં વાપસી કરી રહેલી T20 ક્રિકેટની મૅચોનું પણ આયોજન થશે એ વાતની પુષ્ટિ ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ કરી છે. ICCના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર સંજોગ ગુપ્તાએ ભૂમિપૂજન સમારોહ દરમ્યાન કહ્યું કે ‘લૉસ ઍન્જલસ 2028 ઑલિમ્પિક્સ માટે આ સ્ટેડિયમ ક્રિકેટનું ઘર બનશે. ક્રિકેટ માટેના આ મોટા યોગદાન માટે હું ના​ઇટ રાઇડર્સ ટીમનો આભાર માનું છું.’ ૨૦૨૮માં પુરુષ અને મહિલા T20 ક્રિકેટની ઇવેન્ટનો પ્રારંભ ૧૨ જુલાઈએ આ ટુર્નામેન્ટની શરૂઆતના બે દિવસ પહેલાં જ  થઈ જશે. 


Whatsapp-channel Whatsapp-channel

24 April, 2026 03:51 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK