Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ભારતીય મૂળની અલાના કિંગે મહિલા વન-ડે બોલર્સના રૅન્કિંગમાં સોફી એક્લસ્ટનની ૪ વખતની બાદશાહત ખતમ કરી દીધી

ભારતીય મૂળની અલાના કિંગે મહિલા વન-ડે બોલર્સના રૅન્કિંગમાં સોફી એક્લસ્ટનની ૪ વખતની બાદશાહત ખતમ કરી દીધી

Published : 04 March, 2026 10:33 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સ્મૃતિ માન્ધના ફરી નંબર વન વન-ડે મહિલા બૅટર બની

સ્મૃતિ માન્ધના ફરી નંબર વન વન-ડે મહિલા બૅટર બની

સ્મૃતિ માન્ધના ફરી નંબર વન વન-ડે મહિલા બૅટર બની


ઑસ્ટ્રેલિયાની મહિલા સ્પિનર અલાના કિંગ ICCની મહિલા વન-ડે બોલર્સના રૅન્કિંગમાં પહેલા ક્રમે પહોંચી છે. ભારતીય મૂળની ૩૦ વર્ષની અલાના કિંગે (૭૭૫ પૉઇન્ટ) ઇંગ્લૅન્ડની ૨૬ વર્ષની સ્પિનર સોફી એક્લસ્ટન (૭૪૭ પૉઇન્ટ)ની ૧૪૫૦ દિવસ એટલે કે ઑલમોસ્ટ ૪ વર્ષની નંબર વન વન-ડે મહિલા બોલર તરીકેની બાદશાહત ખતમ કરી છે. ભારત સામેની ૩ વન-ડેની સિરીઝમાં અલાના કિંગે ૭ વિકેટ લીધી હતી.

કાંગારૂઓ સામે ૫૮ રન, ૩૧ રન અને ઝીરોની ઇનિંગ્સ રમ્યા બાદ ભારતીય ઓપનર સ્મૃતિ માન્ધના નંબર વન વન-ડે મહિલા બૅટર બની છે. ૭૯૦ના રૅન્કિંગ-પૉઇન્ટ સાથે તેણે સાઉથ આફ્રિકન કૅપ્ટન લૉરા વૉલ્વાર્ટ (૭૮૨ પૉઇન્ટ)ને પછાડી છે. આ લિસ્ટમાં ભારતીય કૅપ્ટન હરમનપ્રીત કૌર (૬૫૨ પૉઇન્ટ) ૪ સ્થાનના ફાયદા સાથે નવમા ક્રમે પહોંચી છે.



વન-ડે બોલર્સના રૅન્કિંગમાં ભારતીય સ્પિનર દીપ્તિ શર્મા (૬૧૪ પૉઇન્ટ) પાંચ સ્થાનના નુકસાન સાથે દસમા સ્થાને રહીને ટૉપ-ટેનમાં જળવાઈ રહી છે. ઑલરાઉન્ડર્સના રૅન્કિંગમાં પણ ભારત તરફથી દીપ્તિ શર્મા (૩૪૩ પૉઇન્ટ)એ પાંચમા ક્રમે રહીને ટૉપ-ટેનમાં સ્થાન જાળવી રાખ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

04 March, 2026 10:33 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK