ન્યુ ઝીલૅન્ડમાં પોતાનો વન-ડે રેકૉર્ડ સુધારવા માટે ઊતરશે ભારત, ન્યુ ઝીલૅન્ડની ધરતી પર ૧૦માંથી બે વન-ડે સિરીઝ અને ૪૫માંથી ૧૪ મૅચ જ જીતી છે.
ન્યુ ઝીલૅન્ડનો કૅપ્ટન મિચલ સૅન્ટનર અને ભારતનો કૅપ્ટન શુભમન ગિલ વન-ડે સિરીઝની ટ્રોફી સાથે જોવા મળ્યા, પ્રૅક્ટિસ-સેશન દરમ્યાન સપોર્ટ-સ્ટાફ સાથે ગપસપ કરતા રોહિત શર્મા અને વિરાટ કોહલી
ન્યુ ઝીલૅન્ડમાં પોતાનો વન-ડે રેકૉર્ડ સુધારવા માટે ઊતરશે ભારત, ન્યુ ઝીલૅન્ડની ધરતી પર ૧૦માંથી બે વન-ડે સિરીઝ અને ૪૫માંથી ૧૪ મૅચ જ જીતી છે ભારતીય ટીમ
T20 સિરીઝમાં ૩-૨થી વિજય મેળવનાર ભારતીય ટીમ આજથી યજમાન ન્યુ ઝીલૅન્ડ સામે પાંચ વન-ડે મૅચની સિરીઝમાં ટકરાશે. બન્ને ટીમો વચ્ચે છેલ્લે આ વર્ષે જાન્યુઆરીમાં ભારતની ધરતી પર ત્રણ વન-ડે મૅચની સિરીઝ રમાઈ હતી જેમાં ન્યુ ઝીલૅન્ડે ૨-૧થી જીત નોંધાવી હતી. બન્ને વચ્ચે પાંચ વન-ડે મૅચની ૮ સિરીઝ રમાઈ હતી એમાંથી છેલ્લી સિરીઝ ૨૦૧૮-’૧૯માં આયોજિત થઈ હતી.
બન્ને ટીમો વચ્ચે રમાયેલી ૧૮ વન-ડે સિરીઝમાંથી ૧૯૯૩ અને ૧૯૯૮માં એક-એક સિરીઝ ૨-૨ના સ્કોરથી ડ્રૉ રહી હતી. ભારત ૯ સિરીઝ અને ન્યુ ઝીલૅન્ડ ૭ સિરીઝમાં વિજેતા રહ્યું છે. ૨૦૨૨ સુધી ભારતીય ટીમ ન્યુ ઝીલૅન્ડની ધરતી પર ૧૦ વન-ડે સિરીઝ રમી છે એમાંથી ન્યુ ઝીલૅન્ડ ૬ સિરીઝ, ભારત માત્ર બે સિરીઝ ૨૦૦૯ અને ૨૦૧૯માં જીત્યું છે. અન્ય બે સિરીઝ ડ્રૉ રહી હતી.
ADVERTISEMENT
બન્ને દેશો વચ્ચે રમાયેલી ૧૨૩ વન-ડે મૅચોમાંથી ભારત ૬૩ મૅચ અને ન્યુ ઝીલૅન્ડ બાવન મૅચ જીત્યું છે. ૧ મૅચ ટાઇ અને ૭ મૅચ નો-રિઝલ્ટ રહી છે. ભારત આ હરીફ સામે છેલ્લી બન્ને વન-ડે મૅચ હાર્યું છે. એ પહેલાં ભારતે આ હરીફ સામે સતત ૮ વન-ડે મૅચ જીતી હતી. ન્યુ ઝીલૅન્ડની ધરતી પર ભારતીય ટીમ ૪૫ વન-ડેમાંથી ૧૪ મૅચમાં વિજેતા રહી છે અને ૨૬ મૅચ હારી છે. ૧ મૅચ ટાઇ અને ૪ મૅચ નો-રિઝલ્ટ રહી છે.
આૅકલૅન્ડમાં છેલ્લે ૨૦૦૩માં યજમાન ટીમને વન-ડે મૅચમાં માત આપી હતી ભારતે ન્યુ ઝીલૅન્ડ અને ભારત વચ્ચે આજે ઑકલૅન્ડના ઈડન પાર્કમાં વન-ડે મૅચ રમાશે. ભારત આ મેદાન પર ૧૦ વન-ડે મૅચમાંથી ૪ મૅચ જીત્યું છે અને ૬ મૅચ હાર્યું છે. એક મૅચ ટાઇ રહી હતી. આ મેદાન પર છેલ્લે ભારત ઝિમ્બાબ્વે સામે માર્ચ ૨૦૧૫માં વન-ડે મૅચ જીત્યું હતું. ત્યાર પછી રમાયેલી બન્ને વન-ડે મૅચમાં યજમાન ટીમ સામે હાર મળી હતી. ન્યુ ઝીલૅન્ડ સામે આ મેદાન પર ભારત છેલ્લે જાન્યુઆરી ૨૦૦૩માં જીતવામાં સફળ રહ્યું હતું.
