Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > કૅરિબિયનોએ મારા માટે રણનીતિ બનાવી હતી, પણ મારે એનાથી વધુ સારું રમવું હતું : અભિષેક શર્મા

કૅરિબિયનોએ મારા માટે રણનીતિ બનાવી હતી, પણ મારે એનાથી વધુ સારું રમવું હતું : અભિષેક શર્મા

Published : 13 October, 2026 01:14 PM | Modified : 13 October, 2026 01:20 PM | IST | West Indies
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અભિષેક શર્મા કહે છે, ‘પાવરપ્લે દરમ્યાન હું માત્ર થોડા રન બનાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને તેમણે મારી સામે રણનીતિ બનાવી હતી.

અભિષેક શર્મા

અભિષેક શર્મા


વેસ્ટ ઇન્ડીઝ સામેની ત્રીજી T20 મૅચમાં ભારતીય ઓપનર અભિષેક શર્માએ ૩૦ બૉલમાં ૬૯ રનની તોફાની ઇનિંગ્સ રમી હતી. અભિષેકે વેસ્ટ ઇન્ડીઝની પોતાની વિરુદ્ધની રણનીતિનો સામનો કરવાના રસ્તા શોધવા પડ્યા હતા.

અભિષેક શર્મા કહે છે, ‘પાવરપ્લે દરમ્યાન હું માત્ર થોડા રન બનાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને તેમણે મારી સામે રણનીતિ બનાવી હતી. તેથી મારે એનાથી વધુ સારું રમવું હતું. હું જાણીજોઈને વિચારીને રમતો નથી. જ્યારે હું ફીલ્ડ-ગોઠવણ જોઉં છું ત્યારે એ આપમેળે થઈ જાય છે. જ્યારે પણ તેઓ એવી ફીલ્ડ ગોઠવે જે મને પૂરતી જગ્યા આપે અને શૉટ્સ રમવાની તક આપે ત્યારે હું એમ કરું છું.’



ઈશાન કિશન વિશે ખુલાસો કરતાં અભિષેક શર્મા કહે છે, ‘બૅટિંગ કરતી વખતે ઈશાન એટલી સરળતાથી હસતો નથી તેથી મારે તેને પહેલાં હસાવવો પડે છે અને થોડો હળવો કરવો પડે છે, કારણ કે બૅટિંગ કરવા આવે ત્યારે તેને એ ચોક્કસ માનસિક સ્થિતિમાં રહેવું ગમે છે. અમે બસ એકબીજાની બૅટિંગનો આનંદ લઈએ છીએ અને એકબીજાનાં વખાણ કરીએ છીએ.’ 


વેસ્ટ ઇન્ડીઝ T20 ઇન્ટરનૅશનલમાં ૨૦૦૦ સિક્સ ફટકારનાર પહેલવહેલી ટીમ બની ગઈ

ઇન્દોરમાં ભારત સામેની ત્રીજી T20 મૅચમાં ૧૩ સિક્સ ફટકારીને વેસ્ટ ઇન્ડીઝે મોટી સિદ્ધિ મેળવી હતી. વેસ્ટ ઇન્ડીઝની મેન્સ ટીમ ઇન્ટરનૅશનલ T20 ક્રિકેટમાં ૨૦૦૦ સિક્સ ફટકારનાર પહેલી ટીમ બની ગઈ છે. આ લિસ્ટમાં ૧૯૯૭ સિક્સ સાથે ભારત બીજા ક્રમે અને ૧૫૮૫ સિક્સ સાથે ન્યુ ઝીલૅન્ડ ત્રીજા ક્રમે છે. 


ICC આંચારસહિતાના ભંગ બદલ રોવમૅન પૉવેલ અને શરફેન રદરફોર્ડને એક ડીમેરિટ પૉઇન્ટ મળ્યો 

રોવમૅન પૉવેલ અને શરફેન રદરફોર્ડને ICC આચારસંહિતાના 
લેવલ-વનના ભંગ બદલ ઑફિશ્યલી ઠપકો આપવામાં આવ્યો છે. રાંચીમાં ભારત સામેની બીજી T20 મૅચ દરમ્યાન નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ તેમને એક-એક ડીમેરિટ પૉઇન્ટ પણ આપવામાં આવ્યો છે.

રોવમૅન પૉવેલનો ગુનો મયંક યાદવ દ્વારા આઉટ થયા બાદ બૅટ વડે બૉલને દૂર ફટકારવાને લગતો હતો. ૧૩મી ઓવરમાં એક ડિલિવરીને વાઇડ ન ગણાવવા પર શરફેન રદરફોર્ડે અમ્પાયર પર આક્રમક રીતે બૂમો પાડી હતી.

Whatsapp-channel Whatsapp-channel

13 October, 2026 01:20 PM IST | West Indies | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK