Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > T20 ઇન્ટરનૅશનલમાં ૨૦૦ આઉટરાઇટ જીત મેળવનાર વિશ્વની પહેલી ટીમ બની ભારત

T20 ઇન્ટરનૅશનલમાં ૨૦૦ આઉટરાઇટ જીત મેળવનાર વિશ્વની પહેલી ટીમ બની ભારત

Published : 26 October, 2026 02:57 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ટીમ ઇન્ડિયાએ પહેલી મૅચ અને હવે 200મી મૅચ ચેઝ કરીને જીતી, શનિવારે ક્રાઇસ્ટચર્ચમાં ન્યુ ઝીલૅન્ડ સામે મળેલી જીત ભારતની ૩૦૦મી T20 મૅચમાં ૨૦૦મી આઉટરાઇટ જીત હતી. T20 ઇન્ટરનૅશનલમાં ભારતીય મેન્સ ટીમ ૨૦૦ આઉટરાઇટ જીત  મેળવનાર વિશ્વની પહેલી ટીમ બની છે.

T20 ઇન્ટરનૅશનલમાં ૨૦૦ આઉટરાઇટ જીત મેળવનાર વિશ્વની પહેલી ટીમ બની ભારત

T20 ઇન્ટરનૅશનલમાં ૨૦૦ આઉટરાઇટ જીત મેળવનાર વિશ્વની પહેલી ટીમ બની ભારત


શનિવારે ક્રાઇસ્ટચર્ચમાં ન્યુ ઝીલૅન્ડ સામે મળેલી જીત ભારતની ૩૦૦મી T20 મૅચમાં ૨૦૦મી આઉટરાઇટ જીત હતી. T20 ઇન્ટરનૅશનલમાં ભારતીય મેન્સ ટીમ ૨૦૦ આઉટરાઇટ જીત  મેળવનાર વિશ્વની પહેલી ટીમ બની છે. આઉટરાઇટ એટલે કે એવી મૅચ જે ૨૦-૨૦ ઓવરની અંદર પૂરી થઈ હોય અને રિઝલ્ટ માટે સુપર ઓવરની જરૂર પડી ન હોય. 
ભારતે ૩૦૦ T20 મૅચમાં ૨૦૦ જીત નોંધાવી છે અને ૮૩ મૅચમાં હારનો સામનો કર્યો છે. ૧૦ મૅચ નો-રિઝલ્ટ રહી છે. ૭ મૅચ ટાઇ રહી છે જેમાંથી ભારતે ૬ મૅચ સુપરઓવરમાં જીતી છે. ભારત સિવાય પાકિસ્તાને જ ૩૦૦ T20 મૅચ રમી છે. પાકિસ્તાનને ૩૦૪ મૅચમાં ૧૭૬ જીત મળી છે. પાકિસ્તાન પછી ન્યુ ઝીલૅન્ડ (૨૬૦ મૅચમાં ૧૩૫ જીત) સૌથી વધુ મૅચ જીતવાના મામલે ત્રીજા ક્રમે છે. 
ભારતે પહેલી અને ૩૦૦મી જીત વિદેશી ધરતી પર રન-ચેઝ કરીને એક બૉલ બાકી રાખીને જ મેળવી હતી. ૨૦૦૬માં ભારતે જોહનિસબર્ગમાં સાઉથ આફ્રિકા સામે ૧૯.૫ ઓવરમાં ૪ વિકેટે દિનેશ કાર્તિકના ૨૮ બૉલમાં અણનમ ૩૧ રનની મદદથી ૧૨૭ રનનો ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો.

ભારતીય T20 ટીમના માઇલસ્ટોન મૅચોનાં રિઝલ્ટ્સ
૨૦૦૬માં પહેલી મૅચમાં સાઉથ આફ્રિકા સામે ૬ વિકેટે જીત
૨૦૧૪માં ૫૦મી મૅચમાં ઑસ્ટ્રેલિયા સામે ૭૩ રને જીત 
૨૦૧૮માં ૧૦૦મી મૅચમાં આયરલૅન્ડ સામે ૭૬ રને જીત 
૨૦૨૧માં ૧૫૦મી મૅચમાં નામિબિયા સામે ૯ વિકેટે જીત 
૨૦૨૩માં ૨૦૦મી મૅચમાં વેસ્ટ ઇન્ડીઝ સામે ૪ રને હાર 
૨૦૨૫માં ૨૫૦મી મૅચમાં ઓમાન સામે ૨૧ રને જીત 
૨૦૨૬માં ૩૦૦મી મૅચમાં ન્યુ ઝીલૅન્ડ સામે ૪ વિકેટે જીત


Whatsapp-channel Whatsapp-channel

26 October, 2026 02:57 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK