ગઈ કાલે છત્તીસગઢના રાયપુરમાં બૅન્ગલોર સામેની સાંજની મૅચ પહેલાં સૂર્યકુમાર યાદવ ટીમ સાથે જોડાઈ ગયો હતો.
સૂર્યા અને દેવિશા શેટ્ટીએ દીકરી સાથેનો હૉસ્પિટલનો ફોટો શૅર કર્યો હતો.
ભારતના T20 વર્લ્ડ કપ વિજેતા કૅપ્ટન સૂર્યકુમાર યાદવે અને તેની પત્ની દેવિશા શેટ્ટીએ ગઈ કાલે મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી હતી. બન્નેએ ૭ મેએ જન્મેલા પોતાના પહેલા સંતાનના નામની જાહેરાત કરી હતી. આ કપલે પોતાની દીકરીને રિદ્ધિમા નામ આપ્યું છે. રિદ્ધિમા નામનો અર્થ પ્રેમનું ઝરણું, સ્નેહથી ભરપૂર જીવન તેમ જ સમૃદ્ધિ અને સફળતા થાય છે. ગઈ કાલે છત્તીસગઢના રાયપુરમાં બૅન્ગલોર સામેની સાંજની મૅચ પહેલાં સૂર્યકુમાર યાદવ ટીમ સાથે જોડાઈ ગયો હતો.
