Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ભારત-ન્યુ ઝીલૅન્ડ રમતગમતના સંબંધોની સેન્ચુરી સૌથી મોટી દ્વિપક્ષીય ક્રિકેટ શ્રેણી રમી કરશે ઉજવણી

ભારત-ન્યુ ઝીલૅન્ડ રમતગમતના સંબંધોની સેન્ચુરી સૌથી મોટી દ્વિપક્ષીય ક્રિકેટ શ્રેણી રમી કરશે ઉજવણી

Published : 04 June, 2026 02:24 PM | Modified : 04 June, 2026 02:24 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારત-ન્યુ ઝીલૅન્ડ રમતગમતના સંબંધોની સેન્ચુરી સૌથી મોટી દ્વિપક્ષીય ક્રિકેટ શ્રેણી રમી કરશે ઉજવણી...

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)


ભારતીય ક્રિકેટ ટીમ આ વર્ષે ૨૨ ઑક્ટોબરથી ૧ ડિસેમ્બર દરમિયાન ન્યુ ઝીલૅન્ડના પ્રવાસે જશે, જ્યાં બન્ને દેશો વચ્ચે એક મૅરથૉન ઑલ-ફૉર્મેટ શ્રેણી રમાશે. આ શ્રેણી એક મોટું સીમાચિહ્‍ન બની રહેશે કારણ કે બન્ને દેશો તેમના રમતગમતના સંબંધોનાં ૧૦૦ વર્ષની ઉજવણી કરી રહ્યા છે.

આ ટૂરમાં વાઇટ-બૉલ ક્રિકેટની અભૂતપૂર્વ ૧૦ મૅચ રમાશે, જે ન્યુ ઝીલેન્ડમાં આયોજિત થનારી અત્યાર સુધીની સૌથી મોટી મેન્સ દ્વિપક્ષીય ક્રિકેટ-શ્રેણી હશે.

ભારત ૪૦ દિવસની આ ટૂર દરમ્યાન પાંચ મુખ્ય કેન્દ્રો પર ન્યુ ઝીલેન્ડ સામે પાંચ T20, પાંચ વન-ડે અને બે ટેસ્ટ-મૅચ રમશે. આ ૧૨ મૅચો ન્યુ ઝીલેન્ડના ઇતિહાસમાં કોઈ પણ પ્રવાસી ટીમ સામે રમાનારી સૌથી વધુ મૅચો હશે.

આ ઐતિહાસિક શ્રેણી વિશે ન્યુ ઝીલેન્ડ ક્રિકેટના ચીફ માર્કેટિંગ અને કમર્શિયલ ઑફિસર ગ્લેન ક્રિચલીએ કહ્યું હતું કે ‘જ્યારે ક્રિકેટની વાત આવે છે ત્યારે ભારતથી મોટું કોઈ હોઈ શકતું નથી. અમે ન્યુ ઝીલેન્ડના લોકોને એક અદ્ભુત પ્રવાસનો અનુભવ કરાવવા માટે કટિબદ્ધ છીએ. આ માત્ર મેદાન પરના ક્રિકેટ પૂરતું સીમિત નહીં હોય, આ બન્ને દેશના સહિયારા ઇતિહાસ અને સંસ્કૃતિની ઉજવણી હશે, તેમજ ક્રિકેટ દ્વારા આપણી વધતી જતી હરીફાઈ અને મિત્રતાનો ઉત્સવ હશે. ભારતની ટીમના ચાહકો અને તેમની દીવાનગી અદ્ભુત છે. વિરાટ કોહલી અને જસપ્રીત બુમરાહ જેવા સ્ટાર ખેલાડીઓ આ પ્રવાસમાં સામેલ થવાની અપેક્ષા છે, તેથી અમે આ પ્રવાસ સાથે આવનારા ઉત્સાહ અને ચાહકોના અનહદ રિસ્પૉન્સ માટે તૈયાર છીએ.’

ભારતની ન્યુ ઝીલેન્ડ ટૂરનું સંપૂર્ણ શેડ્યુલ

મૅચ

તારીખ

સ્થળ

પ્રથમ T20

૨૨ ઑક્ટોબર

ક્રાઇસ્ટચર્ચ

બીજી T20

૨૪ ઑક્ટોબર

ક્રાઇસ્ટચર્ચ

ત્રીજી T20

૨૭ ઑક્ટોબર

વેલિંગ્ટન

ચોથી T20

૩૦ ઑક્ટોબર

ઑકલૅન્ડ

પાંચમી T20

૧ નવેમ્બર

હૅમિલ્ટન

પ્રથમ વન-ડે

૪ નવેમ્બર

ઑકલેન્ડ

બીજી વન-ડે

૭ નવેમ્બર

વેલિંગ્ટન

ત્રીજી વન-ડે

૧૦ નવેમ્બર

હૅમિલ્ટન

ચોથી વન-ડે

૧૩ નવેમ્બર

માઉન્ટ માઉંગાનૂઈ

પાંચમી વન-ડે

૧૫ નવેમ્બર

માઉન્ટ માઉંગાનૂઈ

પ્રથમ ટેસ્ટ

૧૯થી ૨૩ નવેમ્બર

વેલિંગ્ટન

બીજી ટેસ્ટ

૨૭ નવેમ્બરથી ૧ ડિસેમ્બર

ક્રાઇસ્ટચર્ચ



 


Whatsapp-channel Whatsapp-channel

04 June, 2026 02:24 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK