હાર્દિકના ૩૧ રન હાઇએસ્ટ હતા

ઑબેડ મૅકોય
સેન્ટ કિટ્સમાં સોમવારે મોડી શરૂ થયેલી સિરીઝની બીજી ટી૨૦માં વેસ્ટ ઇન્ડીઝે ભારતને ચાર બૉલ બાકી રાખીને પાંચ વિકેટે હરાવ્યુંહતું. લેફ્ટ આર્મ પેસ બોલર ઑબેડ મૅકોયની ૬ વિકેટને લીધે ભારત ૧૩૮ રનમાં ઑલઆઉટ થઈ ગયું હતું, જેમાં હાર્દિકના ૩૧ રન હાઇએસ્ટ હતા. કૅરિબિયન ટીમે બ્રેન્ડન કિંગના ૬૮ રનની મદદથી પાંચ વિકેટે ૧૪૧ રન બનાવીને ગઈ કાલની ત્રીજી મૅચ પહેલાં પાંચ મૅચની સિરીઝ ૧-૧થી લેવલ કરી લીધી હતી.
ઑબેડ મૅકોયે કૅપ્ટન રોહિત શર્માને મૅચના પહેલા જ બૉલમાં ખાતું ખોલાવ્યા વિના આઉટ કરી નાખ્યો હતો.