વૉશિંગ્ટન સુંદરને બે મૅચમાં રમવાની તક મળી હતી જેમાં તે વિકેટલેસ રહ્યો હતો અને એક મૅચમાં ૧૧ રનની ઇનિંગ્સ જ રમી શક્યો હતો.
T20 વર્લ્ડ કપ જીત્યા પછી વરુણ અને વૉશિંગ્ટને ખુલ્લા પગે ૧૪ કિલોમીટરની પરંપરાગત પરિક્રમા કરી
ટીમ ઇન્ડિયાના T20 વર્લ્ડ કપ 2026 જીત્યા બાદ સ્પિનર વરુણ ચક્રવર્તી અને સ્પિન ઑલરાઉન્ડર વૉશિંગ્ટન સુંદર તામિલનાડુના તિરુવન્નામલાઈ ગયા અને અરુણાચલ ટેકરીની આસપાસ ૧૪ કિલોમીટરનું પવિત્ર ગિરિવલમ કર્યું હતું. તામિલ સંસ્કૃતિમાં ગિરિવલમ એટલે કે ખુલ્લા પગની પર્વત પરિક્રમાને તપશ્ચર્યા અને આભારવિધિનું એક શક્તિશાળી કાર્ય માનવામાં આવે છે. તામિલનાડુના આ બન્ને પ્લેયર્સ કેટલાંક મંદિરોમાં પ્રાર્થના કરતા પણ જોવા મળ્યા હતા. મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં વરુણ ચક્રવર્તીએ ૯ મૅચમાં ૩૧ ઓવર ફેંકીને ૨૮૭ રન આપીને ૧૪ વિકેટ લીધી હતી. તે જસપ્રીત બુમરાહ સાથે ટુર્નામેન્ટનો હાઇએસ્ટ વિકેટટેકર હતો. વૉશિંગ્ટન સુંદરને બે મૅચમાં રમવાની તક મળી હતી જેમાં તે વિકેટલેસ રહ્યો હતો અને એક મૅચમાં ૧૧ રનની ઇનિંગ્સ જ રમી શક્યો હતો.
