૧૦ મેના રોજ ચેપૉકમાં ચેન્નઈએ લખનઉ સામે ૨૦૪ રન ચેઝ કરીને પાંચ વિકેટે મેળવી હતી જીત...
ચેન્નઈનો કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડ, લખનઉનો કૅપ્ટન રિષભ પંત
IPL 2026ની ૫૯મી મૅચ આજે એકાના સ્ટેડિયમમાં હોમ-ટીમ લખનઉ સુપર જાયન્ટ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. ૬ દિવસની અંદર સતત બીજી વખત બન્ને ટીમ સામસામે ટકરાશે. બન્ને ટીમે છેલ્લી મૅચ એકબીજા સામે ૧૦ મેના રોજ ચેપૉક સ્ટેડિયમમાં રમી હતી. આ મૅચમાં ચેન્નઈએ ૨૦૪ રનનો ટાર્ગેટ ચેઝ કરીને પાંચ વિકેટે જીત નોંધાવી હતી.
૧૧ મૅચમાં ૩ જીત અને ૮ હાર સાથે રિષભ પંત ઍન્ડ કંપની સૌથી તળિયાની ટીમ છે. બાકીની ત્રણ મૅચમાં શાનદાર પ્રદર્શન કરીને લખનઉની ટીમ પ્લેઑફનાં સમીકરણો રસપ્રદ બનાવવાનો અને પોતાને પૉઇન્ટ-ટેબલમાં દસમા ક્રમથી ઉપર લાવવાનો પ્રયાસ કરશે. સતત ત્રણ જીત મેળવનાર ઋતુરાજ ગાયકવાડની ટીમ ૧૨ પૉઇન્ટ સાથે ટેબલમાં પાંચમા ક્રમે છે. ૧૧ મૅચમાંથી ૬ જીત અને પાંચ હારનો સામનો કરનાર ચેન્નઈએ પ્લેઑફની દાવેદારી મજબૂત કરવા બાકીની ત્રણેય મૅચ જીતવી પડશે.
|
બન્ને ટીમનો હેડ-ટુ-હેડ રેકૉર્ડ |
|
|
મૅચ |
૭ |
|
ચેન્નઈની જીત |
૩ |
|
લખનઉની જીત |
૩ |
|
નો-રિઝલ્ટ |
૧ |
ADVERTISEMENT
એકાના સ્ટેડિયમમાં ચેન્નઈએ પોતાની ત્રણેય મૅચ લખનઉ સામે રમી છે. એમાંથી ૨૦૨૩ની મૅચ નો-રિઝલ્ટ રહી હતી. ૨૦૨૪માં લખનઉ અને ૨૦૨૫માં ચેન્નઈને અહીં જીત મળી હતી. લખનઉ પોતાના હોમગ્રાઉન્ડ પર રમેલી પચીસ મૅચમાંથી ૧૦ જીત અને ૧૫ હારનો સામનો કરી ચૂક્યું છે. લખનઉએ આ સીઝનમાં પાંચ હોમ-મૅચમાંથી પહેલી ચારેય મૅચ હાર્યા બાદ છેલ્લી મૅચમાં બૅન્ગલોર સામે પહેલી જીત મેળવી હતી.
મૅચનો સમય સાંજે ૭.૩૦ વાગ્યાથી
