Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > IPLમાં સૌથી વધુ સુપર ઓવર રમવામાં કલકત્તાએ દિલ્હીની બરાબરી કરી

IPLમાં સૌથી વધુ સુપર ઓવર રમવામાં કલકત્તાએ દિલ્હીની બરાબરી કરી

Published : 28 April, 2026 01:21 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

IPL ઇતિહાસમાં હમણાં સુધી ૧૬ સુપર ઓવર રમાઈ છે. રવિવારે કોલકાતા નાઇટ રાઇડર્સે IPLમાં સૌથી વધુ પાંચમી વખત સુપર ઓવર રમીને દિલ્હી કૅપિટલ્સની બરાબરી કરી હતી.

સુપર ઓવરના પહેલા બૉલ પર ફોર ફટકારીને રોવમૅન પૉવેલ સાથે જીતની ઉજવણી કરતો રિન્કુ સિંહ

સુપર ઓવરના પહેલા બૉલ પર ફોર ફટકારીને રોવમૅન પૉવેલ સાથે જીતની ઉજવણી કરતો રિન્કુ સિંહ


IPL ઇતિહાસમાં હમણાં સુધી ૧૬ સુપર ઓવર રમાઈ છે. રવિવારે કોલકાતા નાઇટ રાઇડર્સે IPLમાં સૌથી વધુ પાંચમી વખત સુપર ઓવર રમીને દિલ્હી કૅપિટલ્સની બરાબરી કરી હતી. રાજસ્થાન રૉયલ્સ, પંજાબ કિંગ્સ , સનરાઇઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઇન્ડિયન્સ ૪-૪ વખત સુપર ઓવર રમ્યાં છે. રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ ત્રણ વખત તથા ચેન્નઈ સુપર કિંગ્સ, લખનઉ સુપર જાયન્ટ્સ  અને ગુજરાત લાયન્સ એક-એક વખત સુપર ઓવરનો ભાગ બન્યાં છે. 

દિલ્હીની ટીમે સૌથી વધુ ચાર વખત સુપર ઓવર જીતી છે. પંજાબ કિંગ્સ ૩ વખત સુપર ઓવર જીત્યું છે. કલકત્તાએ ગઈ કાલે બે-બે વખત સુપર ઓવર જીતનાર રાજસ્થાન, બૅન્ગલોર, મુંબઈની બરાબરી કરી છે. હૈદરાબાદ એક વખત સુપર ઓવરમાં વિજેતા રહ્યું છે. ૨૦૨૦માં  મુંબઈ અને પંજાબ વચ્ચે દુબઈમાં એક માત્ર ડબલ સુપર ઓવર રમાઈ હતી જેમાં પંજાબની ટીમ વિજેતા રહી હતી. 

કલકત્તાએ ૨૦૨૦માં અબુ ધાબીમાં હૈદરાબાદ સામે પહેલી સુપર ઓવર જીતી હતી. તેઓ ૨૦૦૯માં ટુર્નામેન્ટની પહેલી સુપર ઓવરમાં રાજસ્થાન સામે હાર્યા હતા. ૨૦૧૪માં ફરી રાજસ્થાન અને ૨૦૧૯માં દિલ્હી સામે સુપર ઓવરમાં હાર મળી હતી.

IPL સુપર ઓવરમાં પહેલી વખત બન્યો માત્ર એક રન 
લખનઉએ IPL સુપર ઓવરમાં સૌથી ઓછો એક રનનો સ્કોર કરવાનો રેકૉર્ડ કર્યો છે. અગાઉ ૨૦૨૦માં પંજાબે દિલ્હી સામે દુબઈમાં માત્ર બે રનનો સ્કોર કર્યો હતો. ૨૦૧૩માં હૈદરાબાદે બૅન્ગલોર સામે IPL સુપર ઓવરનો હાઇએસ્ટ ૨૦ રનનો સ્કોર કર્યો હતો. જવાબમાં બૅન્ગલોર એ સમયે ૧૫ રન જ કરી શક્યું હતું.

૨૦૧૯માં પણ છેલ્લા બૉલની સિક્સના કારણે મૅચ થઈ હતી ટાઇ
યંગ ફાસ્ટ બોલર કાર્તિક ત્યાગીની ઓવરના અંતિમ બૉલ પર લખનઉના પૂંછડિયા બૅટર મોહમ્મદ શમીએ સિક્સ ફટકારીને કલકત્તા સામેની મૅચ ટાઇ કરી હતી. અગાઉ IPLમાં અંતિમ બૉલની સિક્સના કારણે મૅચ ટાઇ થઈ હોય એવી માત્ર એક ઘટના બની છે. ૨૦૧૯માં વાનખેડે સ્ટેડિયમમાં હૈદરાબાદના મનીષ પાંડેએ હાર્દિક પંડ્યાની અંતિમ ઓવરના છેલ્લા બૉલે સિક્સ ફટકારીને ૧૬૨ રનનો સ્કોર કરીને મૅચ ટાઇ કરી હતી. હૈદરાબાદના ૮ રન સામે ૯ રન કરીને મુંબઈએ આ સુપર ઓવર જીતી લીધી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

28 April, 2026 01:21 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK