Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > IPL 2024માં છગ્ગાઓનો ફાસ્ટેસ્ટ વરસાદ : ૧૩,૦૭૯ બૉલમાં ૧૦૦૦

IPL 2024માં છગ્ગાઓનો ફાસ્ટેસ્ટ વરસાદ : ૧૩,૦૭૯ બૉલમાં ૧૦૦૦

10 May, 2024 06:54 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એક સીઝનમાં સૌથી વધુ સિક્સર ફટકારનારી ટીમ બની હૈદરાબાદ

સૂર્યકુમાર યાદવ

IPL 2024

સૂર્યકુમાર યાદવ


IPL 2024ના રેકૉર્ડ-લિસ્ટમાં વધુ એક વિક્રમ ઉમેરાયો છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ૧૭મી સીઝન ફાસ્ટેસ્ટ ૧૦૦૦ સિક્સર ફટકારનારી સીઝન બની ગઈ છે. ૨૦૨૨ અને ૨૦૨૩ બાદ સતત ત્રીજી સીઝનમાં ૧૦૦૦ સિક્સર IPLમાં જોવા મળ્યા છે. બુધવારે લખનઉ સુપર જાયન્ટ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદની મૅચ દરમ્યાન લખનઉના ઑલરાઉન્ડર કૃણાલ પંડ્યાએ ફટકારેલી સિક્સર IPL 2024ની ૧૦૦૦મી સિક્સર હતી.

૧૩,૦૭૯ બૉલમાં ૧૦૦૦ સિક્સર સાથે ફાસ્ટેસ્ટ સિક્સરવાળી આ સીઝનમાં સૌથી વધારે સિક્સરનો રેકૉર્ડ તૂટે એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ પહેલાં ૨૦૨૨માં ૧૬,૨૬૯ બૉલમાં અને ૨૦૨૩માં ૧૫,૩૯૦ બૉલમાં ૧૦૦૦ સિક્સર પૂરી થઈ હતી. ૨૦૨૨માં કુલ ૧૦૬૨ અને ૨૦૨૩માં કુલ ૧૧૨૪  સિક્સર જોવા મળી હતી. ૨૦૨૪માં ૫૭મી મૅચ સુધીમાં ૧૦ ટીમોએ મળીને ૧૦૧૫ સિક્સર ફટકારી છે. 
IPLના ઇતિહાસનો સૌથી મોટો સ્કોર ફટકારી ચૂકેલી સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે બુધવારે વધુ એક રેકૉર્ડ પોતાના નામે કર્યો હતો. કૅપ્ટન પૅટ કમિન્સની ટીમ એક સીઝનમાં સૌથી વધારે ૧૪૬ સિક્સર ફટકારનારી ટીમ બની ગઈ છે. એણે ચેન્નઈ સુપર કિંગ્સના ૨૦૧૮ના ૧૪૫  સિક્સરના રેકૉર્ડને તોડ્યો હતો. 



IPL સીઝનમાં એક ટીમ દ્વારા સૌથી વધારે સિક્સર

સીઝન

ટીમ

સિક્સર

૨૦૨૪

હૈદરાબાદ

૧૪૬

૨૦૧૮

ચેન્નઈ

૧૪૫

૨૦૧૯

કલકત્તા

૧૪૩

૨૦૧૬

બૅન્ગલોર

૧૪૨

૨૦૨૩

મુંબઈ

૧૪૦



દરેક IPL સીઝનના સિક્સર

વર્ષ     સિક્સર

૨૦૨૪     ૧૦૧૫ (૫૭મી મૅચ સુધી)
૨૦૨૩     ૧૧૨૪ 
૨૦૨૨     ૧૦૬૨ 
૨૦૨૧     ૬૮૭ 
૨૦૨૦     ૭૩૪ 
૨૦૧૯     ૭૮૪ 
૨૦૧૮     ૮૭૨ 
૨૦૧૭     ૭૦૫ 
૨૦૧૬     ૬૩૮ 
૨૦૧૫     ૬૯૨ 
૨૦૧૪     ૭૧૪ 
૨૦૧૩     ૬૭૨ 
૨૦૧૨     ૭૩૧ 
૨૦૧૧     ૬૩૯ 
૨૦૧૦     ૫૮૫ 
૨૦૦૯   ૫૦૬
૨૦૦૮      ૬૨૨


Whatsapp-channel Whatsapp-channel

10 May, 2024 06:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK