Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > હૅમસ્ટ્રિંગ ઇન્જરીને કારણે બેબી મલિન્ગા ચેન્નઈનો સાથ છોડી શ્રીલંકા પાછો જશે

હૅમસ્ટ્રિંગ ઇન્જરીને કારણે બેબી મલિન્ગા ચેન્નઈનો સાથ છોડી શ્રીલંકા પાછો જશે

06 May, 2024 07:31 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પ્લેઆૅફની રેસમાં ચેન્નઈનો મોટો ફટકો

મતિશા પથિરાના

IPL 2024

મતિશા પથિરાના


ચેન્નઈ સુપર કિંગ્સના ફાસ્ટ બોલર મતિશા પથિરાના હેમસ્ટ્રિંગની ઇજાને કારણે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024ના બાકીના તબક્કામાંથી બહાર થઈ ગયો છે અને તે ઇજામાંથી રિકવર થવા માટે ટૂંક સમયમાં શ્રીલંકા પરત ફરશે. ‘બેબી મલિન્ગા’ના નામે ઓળખાતો આ શ્રીલંકન બોલર હાલમાં જ T20 વર્લ્ડ કપની વીઝા પ્રોસેસ ખતમ કરીને શ્રીલંકાથી ભારત પરત ફર્યો હતો. તેણે હમણાં સુધીની ૬ મૅચમાં ૭.૬૮ની ઇકૉનૉમીથી રન આપીને ૧૩ વિકેટ ઝડપી હતી. પ્લેઑફમાં પહોંચવાની રેસમાં ચેન્નઈ માટે આ મોટો ફટકો છે. જોકે પંજાબ કિંગ્સ સામેની જીત બાદ ચેન્નઈ સુપર કિંગ્સ ૧૨ પૉઇન્ટ સાથે પૉઇન્ટ્સ-ટેબલમાં ત્રીજા ક્રમે પહોંચી હતી. જોકે દીપક ચહર અને મતિશા પથિરાનાની ગેરહાજરીમાં શાર્દુલ ઠાકુર અને સિમરજિત સિંહ જેવા બોલર ટીમ માટે સંકટ સમયની સાંકળ બન્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

06 May, 2024 07:31 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK