Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > હોમગ્રાઉન્ડ પર કલકત્તા સામે મળેલી કારમી હારનો બદલો લઈ શકશે દિલ્હી?

હોમગ્રાઉન્ડ પર કલકત્તા સામે મળેલી કારમી હારનો બદલો લઈ શકશે દિલ્હી?

29 April, 2024 07:21 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૪.૭૫ કરોડનો મિચલ સ્ટાર્ક આજે પણ બેન્ચ પર કરશે આરામ?

ગઈ કાલે કલકત્તાના ઈડન ગાર્ડન્સમાં ટેનિસ બૉલથી ક્રિકેટ રમતો કોલકાતા નાઇટ રાઇડર્સનો માલિક શાહરુખ ખાન. તેની સાથે દીકરો અબરામ પણ હતો.

IPL 2024

ગઈ કાલે કલકત્તાના ઈડન ગાર્ડન્સમાં ટેનિસ બૉલથી ક્રિકેટ રમતો કોલકાતા નાઇટ રાઇડર્સનો માલિક શાહરુખ ખાન. તેની સાથે દીકરો અબરામ પણ હતો.


ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ૪૭મી મૅચ આજે ઈડન ગાર્ડન્સમાં કોલકાતા નાઇટ રાઇડર્સ અને દિલ્હી કૅપિટલ્સ વચ્ચે રમાશે. આત્મવિશ્વાસથી ભરેલી રિષભ પંતની ટીમ આજે જીતની 
હૅટ-ટ્રિક કરી પૉઇન્ટ્સ-ટેબલમાં મોટી છલાંગ લગાડવાનો ટાર્ગેટ રાખશે, જ્યારે પંજાબ કિંગ્સ સામે હાઈ સ્કોરિંગ મૅચ હારીને આવેલી શ્રેયસ ઐયરની ટીમ જીતના ટ્રૅક પર આવી આત્મવિશ્વાસ ફરી મેળવવાનો પ્રયાસ કરશે. 

રિષભ પંતની ટીમ ધીમે-ધીમે પોતાની ખામીઓ દૂર કરી રહી છે. લુન્ગી ઍન્ગિડીના સ્થાને સામેલ કરાયેલા ઑસ્ટ્રેલિયાના જેક ફ્રેઝર મેક્ગર્કે ટૉપ ઑર્ડરમાં પોતાની વિસ્ફોટક બૅટિંગ વડે પોતાને ‘એક્સ ફૅક્ટર’ સાબિત કર્યો છે. આ બાવીસ વર્ષના પાવર હિટરે પોતાના શાનદાર શૉટ્સ વડે પાંચ મૅચમાં ૨૩૭.૫૦ના સ્ટ્રાઇક-રેટથી ૨૪૭ રન બનાવીને IPLમાં ધૂમ મચાવી દીધી છે. તેની ૧૫ બૉલની ફિફ્ટીની મદદથી દિલ્હીએ મુંબઈ સામે ૧૦ રનથી જીત મેળવી હતી. કૅપ્ટન પંત દરેક મૅચ સાથે ઝડપી પ્રગતિ કરી રહ્યો છે. દિલ્હી કૅપિટલ્સના ટોચના પાંચ બૅટ્સમેન મેક્‍‍ગર્ક, અભિષેક પોરેલ, શાઈ હોપ, પંત અને ટ્રિસ્ટન સ્ટબ્સ કલકત્તાની બોલિંગ માટે ચિંતાનું કારણ બની શકે છે.



કલકત્તાએ ઈજાગ્રસ્ત મિચલ સ્ટાર્કની જગ્યાએ પંજાબ કિંગ્સ સામે શ્રીલંકાના ફાસ્ટ બોલર દુષ્મંથા ચમીરાનો સમાવેશ કર્યો હતો, પરંતુ તેણે ટીમ માટે ડેબ્યુમાં ૧૬ રન પ્રતિ ઓવર આપ્યા હતા. શાહરુખ ખાનની ટીમની સૌથી મોટી નિરાશા IPLના સૌથી મોંઘા ખેલાડી સ્ટાર્કથી થઈ રહી છે અને ટીમને આશા છે કે આ ઑસ્ટ્રેલિયન અંગૂઠાની ઈજામાંથી જલદી સાજો થઈને લયમાં આવી જશે. ત્રીજી એપ્રિલે કલકત્તાએ દિલ્હી સામે ૧૦૩ રનથી જીત મેળવી હતી. આજે દિલ્હીની ટીમ એ હારનો બદલો લેવાનો પ્રયાસ જરૂરથી કરશે.


Whatsapp-channel Whatsapp-channel

29 April, 2024 07:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK