Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > IPL 2024 Match 47 KKR vs DC : આસાન જીત સાથે કલકત્તાની પ્લે-ઑફની રાહ બની આસાન, દિલ્હીના દર્દમાં વધારો

IPL 2024 Match 47 KKR vs DC : આસાન જીત સાથે કલકત્તાની પ્લે-ઑફની રાહ બની આસાન, દિલ્હીના દર્દમાં વધારો

30 April, 2024 08:47 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

IPL 2024 Match 47 KKR vs DC: આ સીઝનમાં ભાગ્યે જ જોવા મળતા વન-સાઇડેડ જંગમાં પંતસેનાએ આપેલા ૧૫૪ રનના ટાર્ગેટને અય્યર ઍન્ડ કંપનીએ ૧૬.૩ ઓવરમાં ૩ વિકેટ ગુમાવીને મેળવી લીધોઃ શાનદાર સૉલ્ટેના ૩૩ બૉલમાં આક્રમક ૬૮ રન, ૩ વિકેટ સાથે ચક્રવતી બન્યો હીરો.

તસવીર સૌજન્યઃ iplt20.com

તસવીર સૌજન્યઃ iplt20.com


કી હાઇલાઇટ્સ

  1. કલકત્તાએ ટૉસ જીતીને દિલ્હીને પહેલા બેટીંગ કરવા માટે આમંત્રણ આપ્યું હતું
  2. વેન્કટેશ અય્યરના ૨૩ બૉલમાં ૨૬ રન સાથે ટીમને ૨૧ બૉલ બાકી રાખીને જીત અપાવી દીધી હતી
  3. કલકત્તા હવે શુક્રવારે મુંબઈ સામે અને દિલ્હી મંગળવારે રાજસ્થાન સામે ટકરાશે

આઇપીએલ ૨૦૨૪ (IPL 2024 Match 47 KKR vs DC)માં ગઈ કાલે ઇડન ગાર્ડન્સમાં શાહરુખ ખાનની ટીમે કલકત્તા નાઇટ રાઇડર્સે તેમનો જલવો જાળવી રાખતા દિલ્હી કૅપિટલ્સને ૨૧ બૉલ રાખીને આસાનીથી સાત વિકેટથી હરાવી દીધી હતી. દિલ્હીએ આપેલા ૧૫૪ રનના ટાર્ગેટને કલકત્તાએ ૧૬.૩ ઓવરમાં ૩ વિકેટ ગુમાવીને મેળવી લીધો હતો. આ જીત સાથે કલકત્તાએ પૉઇન્ટ ટેબલમાં નવમાંથી ૬ જીત મેળવીને કુલ ૧૨ સાથે નંબર ટૂનું સ્થાન મજબૂત કરી લીધું અને પ્લે-ઑફ માટે રાહ આસાન કરી લીધી હતી. જ્યારે દિલ્હી માટે આ હારે ટૉપ ફોરમાં પહોંચવું ટફ કરી દીધી છે. કલકત્તાનો આ જીતનો ‌હિરો હતો વરુણ ચક્રવર્તી. વરુણે ચાર ઓવરમાં માત્ર ૧૬ રન આપીને ત્રણ વિકેટ લીધી હતી. 

કુલદીપે લાજ રાખી



કલકત્તાએ ટૉસ જીતીને દિલ્હીને પહેલા બેટીંગ કરવા માટે આમંત્રણ આપ્યું હતું. ૩.૩ ઓવરમાં માત્ર ૩૭ રનમાં ૩ વિકેટ ગુમાવીને ફસડાઈ પડી હતી. રિષભ પંત (૨૭), અક્ષર પટેલ (૧૫) અને કુલદીપ યાદવ (૩૫)ના સંઘર્ષને લીધે આખરે ૨૦ ઓવરમાં ૯ વિકેટે સન્માનજનક ૧૫૩ રન સુધી પહોંચી શકી હતી. વરુણ ચક્રવર્તી ૩ તથા વૈભવ અરોરા અને હર્ષિત રાણાએ બે-બે વિકેટ સાથે દિલ્હીની બૅટીંગ લાઇપ-અપનો દમ કાઢી નાખ્યો હતો. 


સૉલ્ટે દર્દ પર મીઠું લગાવ્યું

IPL 2024 Match 47 KKR vs DC: કલકત્તાનો ઓપનર સૉલ્ટ ગઈ સીઝનમાં દિલ્હીની ટીમમાં હતો અને ટીમવતી સેકન્ડ હાઈએસ્ટ ૨૧૮ રન બનાવવા છતાં તેમને છૂટો કરવામાં આવ્યો હતો. ગયા વર્ષે થયેલા ઓક્શનમાં પણ તેને કોઈએ ખરીદવામાં રસ નહોતો લીધો. જોકે કલકત્તાએ જેશન રૉય ખસી જતા તેની જગ્યાએ સૉલ્ટને તેની બેઝ પ્રાઇઝ ૧.૫૦ કરોડમાં ટીમમાં સમાવેશ કયો હતો અને પહેલી જ મૅચથી ટીમ માટે મુલ્યવાન સાબિત થઈ રહ્યો છે. ગઈ કાલે પણ શરૂઆતમાં જીવતદાન મળ્યા બાદ ૩૩ બૉલમાં પાંચ સિક્સર અને સાત ફોર સાથે ૬૮ રનની ધમાકેદાર ઇનિંગ્સ રમીને દિલ્હીને તેની તાકાત બતાવી દીધી હતી. સોલ્ટના ધમાકા બાદ કલકત્તાએ કૅપ્ટન શ્રેયસ અય્યરના ૨૩ બૉલમાં અણનમ ૩૩ અને વેન્કટેશ અય્યરના ૨૩ બૉલમાં ૨૬ રન સાથે ટીમને ૨૧ બૉલ બાકી રાખીને જીત અપાવી દીધી હતી. 


ફરી મંડેના થ્રીલરની મંદી

આ સીઝનમાં સોમવારના મુકાબલા (IPL 2024 Match 47 KKR vs DC)ઓ મોટાભાગે વન-સાઇડેડ રહ્યાં છે અને અત્યાર સુધીના છ સોમવારના મુકાબલાઓમાંથી પાંચમાં ચેઝ કરનારી ટીમે ઑલમોસ્ટ આસાન વિજય મેળવ્યો છે. સીઝનના પ્રથમ સોમવાર, ૨૫ માર્ચના રોજ પંજાબે આપેલા ૧૭૭ રનના ટાર્ગેટને બૅન્ગલોરે ૧૯.૨ ઓવરમાં ૬ વિકેટ ગુમાવીને મેળવી લીધો હતો. સોમવાર પહેલી એપ્રિલના રોજ મુંબઈએ આપેલા ૧૨૬ રનનો ટાર્ગેટ રાજસ્તાને ૨૭ બૉલ બાકી રાખીને ૬ વિકેટેથી આસાન જીત મેળવી હતી. ત્યારબાદ સોમવાર આઠમી એપ્રિલે કલકત્તાએ આપેલા ૧૩૮ રનના ટાર્ગેટને ચેન્નઈએ ૧૪ બૉલ બાકીને રાખીને સાત વિકેટે વિજય મેળવ્યો હતો. સોમવાર, ૧૫ એપ્રિલના રોજ જોકે ધમાસાન જોવા મળ્યું હતું અને હૈદરાબાદે આઇપીએલના ઇતિહાસનો હાઈએસ્ટ ૨૮૭ રન ખડકી દીધો હતો. જવાબમાં બૅન્ગલોરે પણ જબરું જોર લગાવવા છતાં ૨૬૨ રન સુધી જ પહોંચી શકી હતી અને ૨૫ રનથી પરાજય જોવો પડ્યો હતો. સોમવાર, ૨૨ એપ્રિલના મુંબઈએ આપેલા ૧૮૦ રનના ટાર્ગેટને રાજસ્થાને માત્ર એક જ વિકેટ ગુમાવીને ૧૮.૪ ઓવરમાં આસાનીથી મેળવી લીધો હતો અને હવે ગઈ કાલે ફરી સોમવારે દિલ્હીએ આપેલા ૧૫૪ રનના ટાર્ગેટને કલકત્તાએ ૨૧ બૉલ બાકી રાખીને ૭ વિકેટ આસાન જીત મેળવી હતી.  

હવે ટક્કર ક્યારે, કોની સામે?

કલકત્તા હવે શુક્રવારે વાનખેડેમાં મુંબઈ સામે અને દિલ્હી (IPL 2024 Match 47 KKR vs DC) ઘરઆંગણે મંગળવારે રાજસ્થાન સામે ટકરાશે. 

નારાયણે તોડ્યો મલિન્ગાનો રેકોર્ડ

ગઈ કાલે પ્રથમ ઇનિંગ્સની ૧૪મી ઓવરમાં સુનીલ નારાયણે અક્ષર પટેલને ક્લિન બોલ્ડ કરીને એક મોટો રેકોર્ડ તેના નામે કરી લીધો હતો. નારાયણની ઇડન ગાર્ડન્સમાં આ ૬૯ની વિકેટ હતી અને આ સાથે એક મેદાનમાં સૌથી વધુ ૬૮ વિકેટના લસિથ મન્ગિલાના રેકોર્ડને તોડી નાખ્યો હતો. મલિન્ગાએ વાનખેડેમાં ૬૮ વિકેટ લીધી હતી.

આઇપીએલમાં એક મેદાનમાં સૌથી વિકેટ લેનાર બોલરો

ખેલાડી ટીમ વિકેટ મેદાન
સુનીલ નારાયણ કલકત્તા ૬૯ ઇડન ગાર્ડન્સ
લસિથ મલિન્ગા મુંબઈ  ૬૮ વાનખેડે
અમિત મિશ્રા દિલ્હી ૫૮ અરુણ જેટલી સ્ટેડિયમ
યુઝવેન્દ્ર ચહલ બેંગલોર ૫૨ એમ. ચિન્નાસ્વામી

આઇપીએલ ૨૦૨૪નું પૉઇન્ટ ટેબલ

ટીમ

મૅચ

જીત

હાર

પૉઇન્ટ

રનરેટ

રાજસ્થાન

૧૬

૦.૬૯૪

કલકત્તા

૧૨

૧.૦૯૬

ચેન્નઈ

૧૦

૦.૮૧૦

હૈદરાબાદ

૧૦

૦.૦૭૫

લખનઉ

૧૦

૦.૦૫૯

દિલ્હી

૧૧ 

૧૦

-૦.૪૧૫

ગુજરાત

૧૦

-૧.૧૧૩

પંજાબ

-૦.૧૮૭

મુંબઈ

-૦.૨૬૧

બૅન્ગલોર

૧૦

-૦.૪૧૫

Whatsapp-channel Whatsapp-channel

30 April, 2024 08:47 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK