Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > હારની બીજી હૅટ-ટ્રિકથી બચી શકશે હાર્દિક પંડ્યા?

હારની બીજી હૅટ-ટ્રિકથી બચી શકશે હાર્દિક પંડ્યા?

30 April, 2024 07:14 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુંબઈએ પ્લેઑફમાં જીતવા બાકીની પાંચેય મૅચ જીતવી જરૂરી, જ્યારે લખનઉએ ત્રણ જીતવી જરૂરી

હાર્દિક પંડ્યાની તસવીર

IPL 2024

હાર્દિક પંડ્યાની તસવીર


આજની મૅચ: લખનઉ સુપર જાયન્ટ્સ v/s મુંબઈ ઇન્ડિયન્સ, સાંજે ૭.૩૦ વાગ્યે, લખનઉ
આવતી કાલની મૅચ : ચેન્નઈ સુપર કિંગ્સ v/s પંજાબ કિંગ્સ, સાંજે ૭.૩૦ વાગ્યે, ચેન્નઈ

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ૧૭મી સીઝનની ૪૮મી મૅચ આજે પ્લેઑફમાં પહોંચવા માટે સંઘર્ષ કરી રહેલી બે ટીમ વચ્ચે રમાશે. આજે લખનઉ સુપર જાયન્ટ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે જંગ જામશે. હાર્દિક પંડ્યાની ટીમ સીઝનની બીજી હારની હૅટ-ટ્રિકથી બચવાની અને કૅપ્ટન કે.એલ. રાહુલની ટીમ હોમગ્રાઉન્ડ પર જીતના ટ્રૅક પર પરત ફરવાની આશા રાખશે. લખનઉની ટીમ છેલ્લે રાજસ્થાન રૉયલ્સ સામે અને મુંબઈની ટીમ દિલ્હી કૅપિટલ્સ સામે હારીને આવી છે. પ્લેઑફ કટઑફનો ૧૬ પૉઇન્ટ્સનો અંક મેળવવા માટે મુંબઈએ હવે પછીની પાંચેય મૅચ જીતવી પડશે, જ્યારે લખનઉએ પાંચમાંથી માત્ર ૩ મૅચ જીતવી જરૂરી છે. પ્લેઑફ માટે પ્રબળ દાવેદાર બનવા લખનઉ હવે પછીની પાંચેય મૅચ જીતવાનો ટાર્ગેટ રાખશે. 

રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવ જેવા T20ના બેસ્ટ બૅટ્સમેન સાથે હોવા છતાં મુંબઈની ટીમ ખરાબ બોલિંગને કારણે મૅચ હારી રહી છે. લ્યુક વુડ અને હાર્દિક પંડ્યા બોલિંગમાં ઘણા મોંઘા સાબિત થયા છે. T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની પસંદગી પહેલાં કે.એલ. રાહુલ માટે બીજા વિકેટકીપર તરીકે પસંદગી માટે પોતાનો દાવો મજબૂત કરવાની સારી તક રહેશે. ૧૪૪.૨૭ના સ્ટ્રાઇક-રેટથી તેણે ૯ મૅચમાં ૩૭૮ રન ફટકાર્યા છે, જે રિષભ પંત (૧૬૦) અને સંજુ સૅમસન (૧૬૧.૦૮)ના સ્ટ્રાઇક-રેટથી ઓછા છે.



હેડ-ટુ-હેડ રેકૉર્ડ

કુલ મૅચ

૦૪

લખનઉની જીત

૦૩

મુંબઈની જીત

૦૧


Whatsapp-channel Whatsapp-channel

30 April, 2024 07:14 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK