Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > IPL 2024 Match 48 MI vs LSG : જીત સાથે લખનઉ પ્લે-ઑફના દ્વારે, મુંબઈ ઑલમોસ્ટ આઉટ

IPL 2024 Match 48 MI vs LSG : જીત સાથે લખનઉ પ્લે-ઑફના દ્વારે, મુંબઈ ઑલમોસ્ટ આઉટ

01 May, 2024 09:12 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

IPL 2024 Match 48 MI vs LSG : મુંબઈએ આપેલા ૧૪૫ રનના ટાર્ગેટને લખનઉએ ચાર બૉલ બાકી રાખીને ચાર વિકેટથી મેળવી પૉઇન્ટ ટેબલ પર ત્રીજા નંબરે જંપઃ ૧૦મી મૅચમાં સાતમી હાર સાથે પાંચ વખતના ચૅમ્પિયન મુંબઈ માટે હવે ટકી રહેવું મુશ્કેલ.

મૅચ બાદ હળવીપળો માણી રહેલા પંડ્યા બ્રધર્સ, હાર્દિક અને કુણાલ. (તસવીર સૌજન્યઃ iplt20.com)

મૅચ બાદ હળવીપળો માણી રહેલા પંડ્યા બ્રધર્સ, હાર્દિક અને કુણાલ. (તસવીર સૌજન્યઃ iplt20.com)


આઇપીએલ ૨૦૨૪માં ગઈ કાલે લખનઉમાં પાંચ વખતના ચૅમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ (IPL 2024 Match 48 MI vs LSG)નો હારનો ‌સિલસિલો જળવાઈ રહ્યો હતો. ટૉપ ઓર્ડરનો બૅટરોના ફ્લૉપ શૉને લીધે મુંબઈએ ૨૦ ઓવરમાં ૭ વિકેટે ૧૪૪ રન જ બનાવી શક્યું હતું. ૧૪૫ રનનો ટાર્ગેટ લખનઉએ ૧૯.૨ ઓવરમાં ૬ વિકેટ ગુમાવીને આસાનથી મેળવી લીધો હતો. ઑલરાઉન્ડ માર્કસ સ્ટૉઇનિસ લખનઉની જીતનો હીરો રહ્યો હતો.

આ જીત સાથે લખનઉ પૉઇન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચી ગયું અને પ્લે-ઑફ માટેની દાવેદારી મજબૂત કરી લીધી હતી. જ્યારે મુંબઈ માટે હવે નેકસ્ટ રાઉન્ડના દરવાજા ઑલોસ્ટ બંધ થઈ ગયા છે. મુંબઈ હવે બાકીની ચારેય મૅચ મોટા માર્જિનથી જીતે અને બીજી ટીમોના પરિણામ તેમની તરફેણમાં આવે તો મુંબઈ ચમત્કારિક રીતે પ્લે-ઑફનાં પ્રવેશ કરી શકે છે. જોકે આ બધુ ખૂબ જ મુશ્કેલ છે. 




મુંબઈનો ટીમનો માલિક આકાશ અંબાણી પણ ટીમના નબળા પફોર઼્મન્સથી ભારે નિરાશ થઈ ગયો હતો.
 
પાવર-પ્લેમાં જ ખેલ ખતમ

લખનઉએ ટૉસ જીતીને મુંબઈ (IPL 2024 Match 48 MI vs LSG)ને પ્રથમ બેટીંગ માટે આમંત્રણ આપ્યું હતું. મુંબઈ માટે સ્પર્ધામાં ટકી રહેલા જીતવું જરૂરી હતું પણ કટોકટીના મુકાબલામાં જ રોહિત શર્મા (૪), હાર્દીક પંડ્યા (૦), સૂર્યકુમાર યાદવ (૧૦) અને તિલક વર્મા (૪) પાવર-પ્લૅમાં પેવેલિયન પાછા મોટો ઝટકો લાગ્યો હતો. નસીબદાર ઇશાન કિશન (૩૬ બૉલમાં ૩૨ રન), નેહલ વઢેરા (૪૧ બૉલમાં ૪૬ રન) અને ટીમ ડેવિડે (૧૮ બૉલમાં અણનમ ૩૫ રન) ઉપયોગી ઇનિંગ્સ વડે વહારે આવતા મુંબઈએ ૨૦ ઓવરમાં ૧૪૪ રનના સન્માનજનક સ્કોર સુધી પહોંચી શક્યું હતું. 


સ્ટૉઇનિસ નડ્યો

IPL 2024 Match 48 MI vs LSG: ૧૪૫ રનનો જ ટાર્ગેટ આપ્યો હોવાથી મુંબઈએ મૅચમાં કમબૅક કરવા વહેલી વિકેટો લેવી જરૂરી હતી. નુવાન થુસારાએ ચોથા જ બૉલે પ્રથમ મૅચ રમી રહેલા યુવા બૅટર અર્શિન કુલકર્ણી ખાતુ ખોલાવ્યા વીના જ એલબીડબ્યુ કરી દેતા મુંબઈ ચાહકો જોશમાં આવી ગયા હતાં. જોકે ગઈ કાલે જાહેર થયેલ વર્લ્ડ કપની ટીમમાં સ્થાન ન મેળવી શકનાર અને લખનઉના કૅપ્ટન કે. એલ. રાહુલ ૨૨ બૉલમાં એક સિક્સર અને ત્રણ ફોર સાથે ૨૮ રન અને માર્કસ સ્ટૉઇનિસે ૪૫ બૉલમાં બે સિક્સર અને સાત ફોર સાથે ૬૨ રન સાથે મુંબઈના બોલરોને વધુ ફાવવા નહોતા દીધા. બન્નેની વિદાય બાદ ફરી મુંબઈના ચાહકોને ચમત્કારની આશા બંધાઈ હતી પણ નિકોલસ પુરન ૧૪ બૉલમાં ૧૪ રન સાથે લખનઉને જીત અપાવીને જ રહ્યો હતો. 

મયંક ફરી ઇન્જર્ડ?

લાંબા આરામ બાદ મયંક યાદવ ગઈ કાલે ફરી મેદાનમાં ઉતયોર઼્ હતો. પ્રથમ ત્રણ ઓવરમાં તેણે ૩૧ રન આપ્યા હતાં અને કોઈ વિકેટ નહોતો લઈ શક્યો. ચોથી ઓવરના પહેલા જ બૉલે તેણે નેહલ વઢેરાને બોલ્ડ કરીને પરચો બતાવ્યો હતો. પણ ત્યારબાદ તેને ફરી તકલીફો થવા લાગતા મેદાન છોડીને જતો રહ્યો હતો. આમ મયંક કમબૅક કર્યા બાદ ચાર ઓવર પુરી ફેંકી નહોતો શક્યો. 

ગઈ કાલે ટીમ ઇન્ડિયાના કૅપ્ટન રોહિત શર્માનો બર્થડે હતો. ભારતીય ક્રિકેટ બોર્ડે ગઈ કાલે તેને વર્લ્ડ કપને કૅપ્ટન તરીકે જાહેર કરીને બર્થ-ડે સ્પેશ્યલ બનાવી લીધો હતો પણ સાંજે લખનઉ સામેની મૅચમાં પોતે માત્ર ચાર જ બહાની આઉટ થઈ ગયો હતો અને ટીમ પર હારીને પ્લે-ઑફની રેસમાંથી ઑલામોસ્ટ આઉટ થઈ જતાં ઉજવણીમાં ભંગ પડ્યો હતો. ગઈ કાલે લખનઉમાં ચાકહો તેને ‌જન્મદિવસની શુભેચ્છા આપતા પોસ્ટરો અને બૅનરો સાથે ઉમટી પડ્યા હતાં.

બન્નેની હવે કલકત્તા સામે ટક્કર

IPL 2024 Match 48 MI vs LSG: મુંબઈ હવે શુક્રવારે વાનખેડેમાં કલકત્તા સામે જ્યારે લખનઉ ઘરઆંગણે રવિિરે કલકત્તા સામે ટકરાશે. 

આઇપીએલ ૨૦૨૪નું પૉઇન્ટ ટેબલ

ટીમ

મૅચ

જીત

હાર

પૉઇન્ટ

રનરેટ

રાજસ્થાન

૧૬

૦.૬૯૪

કલકત્તા

૧૨

૧.૦૯૬

લખનઉ

૧૦

૧૨

૦.૦૯૪

ચેન્નઈ

૧૦

૦.૦૭૫

હૈદરાબાદ

૧૦

૦.૦૭૫

દિલ્હી

૧૧ 

૧૦

-૦.૪૧૫

ગુજરાત

૧૦

-૧.૧૧૩

પંજાબ

-૦.૧૮૭

મુંબઈ

૧૦

-૦.૨૭૨

બૅન્ગલોર

૧૦

-૦.૪૧૫

 

Whatsapp-channel Whatsapp-channel

01 May, 2024 09:12 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK