Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > કિંગ્સ કે સુપર કિંગ્સ, આજે કોણ બનશે સવાશેર?

કિંગ્સ કે સુપર કિંગ્સ, આજે કોણ બનશે સવાશેર?

01 May, 2024 06:11 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૬૦મી IPL મૅચ રમી રહેલા મહેન્દ્ર સિંહ ધોની પાસે ૨૫૦ સિક્સર પૂરીકરવાની તક

મહેન્દ્ર સિંહ ધોની

IPL 2024

મહેન્દ્ર સિંહ ધોની


આજની મૅચ: ચેન્નઈ સુપર કિંગ્સ v/s પંજાબ કિંગ્સ, સાંજે ૭.૩૦ વાગ્યે, ચેન્નઈ
આવતી કાલની મૅચ : સનરાઇઝર્સ હૈદરાબાદ v/s રાજસ્થાન રૉયલ્સ, સાંજે ૭.૩૦ વાગ્યે, હૈદરાબાદ

આજે ચેપૉકમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ૧૭મી સીઝનની ૪૯મી મૅચ ચેન્નઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાશે. છેલ્લી મૅચ જીતીને આવેલી આ બે ટીમમાંથી ચેન્નઈ પૉઇન્ટ્સ-ટેબલમાં ટૉપ-થ્રીમાં છે અને પંજાબ બૉટમ-થ્રીમાં છે. ચેન્નઈના ગઢમાં રમાનારી આ મૅચમાં કિંગ્સ કે સુપર કિંગ્સમાંથી કોણ સવાશેર બનશે એના પર સૌની નજર રહેશે. કોલકાતા નાઇટ રાઇડર્સ સામે ૨૬૨ રનના T20 ક્રિકેટ ઇતિહાસના સૌથી મોટા લક્ષ્યાંકને હાંસલ કરનારી પંજાબની ટીમ આત્મવિશ્વાસ સાથે ચેન્નઈ સામે રમવા ઊતરશે. કૅપ્ટન શિખર ધવન ઈજામાંથી સાજો થઈ આજે પરત ફરશે તો પંજાબની ટીમ વધુ મજબૂત બનશે.

બૅટિંગ વિભાગની જવાબદારી ફરી એક વાર જૉની બેરસ્ટો, શશાંક સિંહ અને પ્રભસિમરન સિંહના ખભા પર હશે. ટીમ વિકેટકીપર-બૅટ્સમૅન જિતેશ શર્મા પાસે વધુ પ્રભાવશાળી પ્રદર્શન ઇચ્છશે. કૅગિસો રબાડા, હર્ષલ પટેલ, અર્શદીપ સિંહ અને સૅમ કરૅન જેવા અનુભવી બોલરોની હાજરી હોવા છતાં પંજાબનું બોલિંગ આક્રમણ થોડું નબળું દેખાય છે. સીઝનમાં માત્ર ૭ વિકેટ લેનારા સ્પિનર હરપ્રીત બ્રાર અને રાહુલ ચાહર પાસે પણ ટીમને વધારે સારા પ્રદર્શનની આશા રહેશે. 



ડિફેન્ડિંગ ચૅમ્પિયન ચેન્નઈની ઓપનિંગ જોડી અસ્થિર રહી છે. કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડ સારું પ્રદર્શન કરી રહ્યો છે, પરંતુ સામે રચિન રવીન્દ્ર અને અજિંક્ય રહાણે અપેક્ષા અનુસારનું પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યા છે. શિવમ દુબે ઇમ્પૅક્ટ પ્લેયર તરીકે દરેક મૅચમાં ધૂમ મચાવી રહ્યો છે. ૪૨ વર્ષનો મહેન્દ્ર સિંહ ધોની આજે ૨૬૦મી IPL મૅચ રમશે ત્યારે તે ૨૫૦ IPL સિક્સર ફટકારનાર પાંચમો ક્રિકેટર બની શકે છે. એના માટે તેણે આજે વધુ ૩ સિક્સર ફટકારવી પડશે. 


હેડ-ટુ-હેડ રેકૉર્ડ

કુલ મૅચ

૨૮

ચેન્નઈની જીત

૧૫

પંજાબની જીત

૧૩


Whatsapp-channel Whatsapp-channel

01 May, 2024 06:11 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK