Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > આત્મવિશ્વાસથી ભરેલી ટીમ સામે મુંબઈ ઇન્ડિયન્સ આત્મસન્માન બચાવી શકશે?

આત્મવિશ્વાસથી ભરેલી ટીમ સામે મુંબઈ ઇન્ડિયન્સ આત્મસન્માન બચાવી શકશે?

06 May, 2024 07:04 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૧૦ દિવસ બાદ મુંબઈ પાસે હૈદરાબાદ સામે મળેલી હારનો બદલો લેવાની સુવર્ણ તક

મુંબઈ ઈંડિયંસ, સુનરાઇસર્સ હૈદરાબાદ

IPL 2024

મુંબઈ ઈંડિયંસ, સુનરાઇસર્સ હૈદરાબાદ


આજની મૅચ: મુંબઈ ઇન્ડિયન્સ v/s સનરાઇઝર્સ હૈદરાબાદ, સાંજે ૭.૩૦ વાગ્યે, વાનખેડે
આવતી કાલની મૅચ : દિલ્હી કૅપિટલ્સ v/s રાજસ્થાન રૉયલ્સ,  સાંજે ૭.૩૦ વાગ્યે,  દિલ્હી

આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં આત્મવિશ્વાસથી ભરેલી સનરાઇઝર્સ હૈદરાબાદ અને આઉટ ઑફ ફૉર્મ મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે ટક્કર થશે. ૧૦ મૅચમાં ૬ જીતની મદદથી ૧૨  પૉઇન્ટ મેળવી પૉઇન્ટ્સ-ટેબલમાં કૅપ્ટન પૅટ કમિન્સની સેના ચોથા ક્રમે છે. જ્યારે સતત ચાર મૅચ હારી ચૂકેલી કૅપ્ટન હાર્દિક પંડ્યાની ટીમ માત્ર ૬ પૉઇન્ટ સાથે દસમા ક્રમે છે. 

હૈદરાબાદ પ્લેઑફમાં એન્ટ્રી કરતાં પહેલાં ઑલરાઉન્ડ પ્રદર્શન કરવા અને ખાસ કરીને તેમના બોલિંગ વિભાગમાં સુધારો કરવા ઉત્સુક હશે. ટ્રૅવિસ હેડ (૩૯૬ રન), અભિષેક શર્મા (૩૧૫) અને હેન્રિક ક્લાસેન (૩૩૭) સનરાઇઝર્સ માટે સતત રન બનાવી રહ્યા છે, પરંતુ ટીમને સાઉથ આફ્રિકાના એડન માર્કરમ પાસેથી વધુ સારા પ્રદર્શનની આશા રહેશે. નીતીશ કુમાર રેડ્ડીએ (૨૧૯ રન) છેલ્લી કેટલીક મૅચમાં સારી બેટિંગ કરીને અન્ય બૅટ્સમેનો પર દબાણ ઓછું કર્યું છે. ટી. નટરાજન (૧૫ વિકેટ)ની સચોટ બોલિંગ સનરાઇઝર્સ માટે મહત્ત્વની રહેશે. છેલ્લી મૅચમાં રાજસ્થાન રૉયલ્સને એક રનથી હરાવ્યા બાદ સનરાઇઝર્સ આત્મવિશ્વાસથી ભરપૂર હશે. 

વાનખેડે સ્ટેડિયમમાં ૫૦ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) વિકેટ લેનાર લસિથ મલિન્ગા બાદ બીજો બોલર બનનાર જસપ્રીત બુમરાહ પર્પલ કૅપની રેસમાં ૧૭ વિકેટ સાથે હાલમાં સૌથી આગળ છે. તે આજે વધુ વિકેટ લઈને પર્પલ કૅપ માટે પોતાની દાવેદારી મજબૂત કરવાનો ભરપૂર પ્રયાસ કરશે. 



પાંચ વખત મુંબઈ ઇન્ડિયન્સને ચૅમ્પિયન બનાવનાર રોહિત શર્મા પીઠના દુખાવાને કારણે કોલકાતા નાઇટ રાઇડર્સ સામેની મૅચમાં ઇમ્પૅક્ટ પ્લેયર બનીને આવ્યો, પણ માત્ર ૧૧ રન બનાવી કોઈ પ્રભાવ ન છોડી શક્યો. IPLમાં સૌથી વધારે વિકેટ લેનાર બીજો બોલર બનનાર પીયૂષ ચાવલા (૧૮૪ વિકેટ) પાસે પણ વધુ વિકેટ લઈને દાવેદારી મજબૂત કરવાની તક રહેશે. T20 વર્લ્ડ કપ પહેલાં રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યા પોતાના પ્રદર્શનને વધારે સારું કરવાનો પ્રયાસ કરશે. 


૧૦ દિવસ પહેલાં ૨૭ એપ્રિલે સનરાઇઝર્સ હૈદરાબાદે પોતાના હોમગ્રાઉન્ડ પર મુંબઈ ઇન્ડિયન્સને હાઈ સ્કોરિંગ મૅચમાં ૩૧ રનથી માત આપી હતી. કૅપ્ટન હાર્દિકની નજર જીત સાથે હૈદરાબાદના પ્લેઑફ સમીકરણને બગાડવા પર રહેશે. 

હેડ ટુ હેડ રેકૉર્ડ

કુલ મૅચ                 ૨૨
મુંબઈની જીત         ૧૨
હૈદરાબાદની જીત    ૧૦


Whatsapp-channel Whatsapp-channel

06 May, 2024 07:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK