Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > IPL 2024: સૂર્યાએ કરાવ્યું મુંબઈને જીતનું તિલક, હાર બાદ હૈદરાબાદ ટેન્શનમાં

IPL 2024: સૂર્યાએ કરાવ્યું મુંબઈને જીતનું તિલક, હાર બાદ હૈદરાબાદ ટેન્શનમાં

07 May, 2024 09:15 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

IPL 2024 - MI vs SRH, Match 55: ૧૭૪ રનના ટાર્ગેટને ૧૭.૨ ઓવરમાં હાંસિલ કરી હાર્દિક સેનાએ હૈદરાબાદની પ્લે-ઑફની રાહ મુશ્કેલ કરી નાખીઃ મૅચ વિનિંગ સિકસર સાથે સીઝનની બીજી સેન્ચુરી ફટકારી સૂર્યાકુમાર યાદવે

તસવીર સૌજન્યઃ iplt20.com

IPL 2024

તસવીર સૌજન્યઃ iplt20.com


કી હાઇલાઇટ્સ

  1. સતત ચાર હાર બાદ મુંબઈ આખરે જીત્યું, હૈદરાબાદની પ્લે-ઑફની રાહ થોડીક મુશ્કેલ
  2. પૉઇન્ટ ટેબલમાં હવે મુંબઈ નવમાં અને ગુજરાત છેલ્લા ક્રમાંકે
  3. સૂર્યાકુમાર બન્યો મૅચનો હીરો

આઇપીએલ ૨૦૨૪ (IPL 2024) માં ગઈ કાલે પાંચ વખતનું ચૅ‌મ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ (Mumbai Indians) તેના અસલી ટચમાં જણાયું હતું અને સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) ને સાત વિકેટે હરાવીને પૉઇન્ટ ટેબલમાં છેલ્લા ક્રમાંકેથી નવમાં સ્થાન પહોંચી ગયું હતું. ૨૦૨૨નું ચૅમ્પિયન અને ૨૦૨૩ની રનર-અપ ટીમ ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) હવે છેલ્લા ક્રમાંકે ધકેલાઈ ગઈ હતી.

મુંબઈ તો પ્લે-ઑફની રેસમાંથી ઑલમોસ્ટ આઉટ થઈ ગઈ છે પણ હૈદરાબાદ થોડા દિવસ પહેલા આ વર્ષે ચૅમ્પિયન બનવા માટે મજબૂત દાવેદાર મનાતું હતું પણ ગઈ કાલની હાર સાથે છેલ્લી ચારમાંથી ત્રણ હારને લીધે પ્લે-ઑફમાં પ્રવેશ મુશ્કેલ બની રહ્યો છે. જોકે હૈદરાબાદ માટે રાહતની બાબત એ છે કે તેમણે હવે બાકીની ત્રણેય મૅચ ઘરઆંગણે જ રમવાની છે અને એ બધી પૉઇન્ટ ટેબલમાં તેમનાથી નીચા ક્રમાંકની ટીમ રમવાની છે.



પીયૂષ-હાર્દિકનો તરખાટ


મુંબઈએ ટૉસ જીતીને હૈદરબાદ જેવી પ્રથમ બૅટીંગ કરવામાં માહેર ટીમ સામે ફિલ્ડીંગ કરવાનો સાહસી નિર્ણય લીધો હતો. હૈદરાબાદના આક્રમક ઓપનરો ટ્રેવીસ હેડ (૩૦ બૉલમાં એક સિક્સર અને સાત ફોર સાથે ૪૮) અને અભિષેક શર્મા (૧૬ બૉલમાં એક સિક્સર સાથે ૧૧ રન)એ ૫.૫ ઓવરમાં ૫૬ રનની ઓપનિંગ પાર્ટનરશીપ સાથે હાર્દિકને તેના નિર્ણય બદલ ટેન્શનમાં મુકી દીધો હતો. અભિષેક શર્માને જસપ્રિત બુમરાહએ પેવેલિયન પાછો મોકલ્યા બાદ પીયૂષ ચાવલા (૩૩ રનમાં ૩) અને હાર્દિક પંડ્યા (૩૧ રનમાં ૩ વિકેટ) હૈદરબાદના મિડલ-ઓર્ડરની કમર તોડી નાખી હતી અને હૈદરબાદ પાંચ વિકેટે ૯૬ રન સાથે ફસડાઈ પડ્યું હતું. કૅપ્ટન પૅટ કમિન્સે ૧૭ બૉલમાં બે સિક્સર અને બે ફોર ફટકારતા હૈદરાબાદ ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૭૩ રનના ચેલેન્જિંગ સ્કોર સુધી પહોંચી શક્યું હતું.

સૂર્યાની સીઝનની બીજી સેન્ચુરી


વાનખેડેમાં જ કલકત્તા સામે ચારેક દિવસ પહેલા જ મુંબઈ ૧૭૦ રનનો ટાર્ગેટ પણ નહોતું મેળવી શક્યું અને ગઈ કાલે ૧૭૪ રનના ટાર્ગેટ સામે ૩૧ રનના સ્કોર પર જ રોહિત શર્મા (૪), ઇશાન કિશન (૯) અને નમન ધીર (૦)ની વિકેટ લેતા ફરી એનું પુનરાવર્તન થશે એવું લાગતું હતું. મુંબઈના આ સીઝનના બે બૅટરો સૂર્યાકુમાર યાદવ (૫૧ બૉલમાં ૬ સિક્સર અને ૧૨ ફોર સાથે અણનમ ૧૦૨ રન) અને તિલક વર્મા (૩૨ બૉલમાં ૬ ફોર સાથે અણનમ ૩૭ રન) એ અણનમ ૧૪૩ રનની કમાલની પાર્ટનરશીપ સાથે એવું થવા નહોતું દીધું અને મુંબઈને ૧૬ બૉલ બાકી રાખીને આવશ્યક જીત અપાવી દીધી હતી. છેલ્લે મુંબઈને જીત માટે અને સૂર્યકુમારને સેન્ચુરી માટે છ રનની જરૂરત હતી અને તેણે તેની આગવી સ્ટાઇલમાં સિક્સર ફટકારીને બન્ને ટાર્ગેટને વટથી હાંસિલ કરી લીધા હતાં અને મુંબઈકરોને ઝૂમતા કરી દીધા હતાં.

સૂર્યાની રોહિતની બરોબરી

સૂર્યાકુમારે ગઈ કાલની ઇનિંગ્સ સાથે બે મામલે રોહિત શર્માની બરોબરી કરી લીધી હતી. મુંબઈ વતી રમતા એક કરતા વધુ સેન્ચુરી ફટકારનાર એ રોહિત શર્મા બાદ બીજો ખેલાડી બની ગયો હતો. રોહિતે ૨૦૧૨માં કલકત્તા સામે પ્રથમ સેન્ચુરી ફટકારી હતી અને આ જ સીઝનમાં વાનખેડેમાં ચેન્નઈ સામે બીજી સેન્ચુરી ફટકારી હતી. જ્યારે સૂર્યાકુમારે ગઈ સીઝનમાં ગુજરાત ટાઇટન્સ બાદ ગઈ કાલે હૈદરાબાદ સામે બીજી સેન્ચુરી ફટકારી હતી. આ ઉપરાંત આઇપીએલમાં સૂર્યાકુમારે મુંબઈ ઇન્ડિયન્સ વતી રમતા ૨૫થી વધુ ૫૦ પ્લસના સ્કોર બનાવનાર રોહિત શર્મા બાદ બીજો બૅટર બની ગયો હતો.

મુંબઈ વતી રમતા વાનખેડેમાં બે સેન્ચુરી ફટકાર, સતત બે સીઝનમાં સેન્ચુરી ફટકારનાર અને મુંબઈ વતી રમતા જીત દરમ્યાન બે સેન્ચુરી ફટકારનાર સૂર્યાકુમાર પ્રથમ ખેલાડી બની ગયો હતો. 

ગઈ કાલની સેન્ચુરી ટી૨૦ ક્રિકેટમાં સૂર્યાકુમારની છઠ્ઠી સેન્ચુરી હતી. આ સાથે સૂર્યાકુમાર ભારત વતી એ ટી૨૦ સૌથી વધુ સેન્ચુરી ફટકારનાર વિરાટ કોહલી (૯) અને રોહિત શર્મા (૮) બાદી કે. એલ. રાહુલ અને રુતુરાજ ગાયકવાડ સાથે સયુંક્ત રીતે ત્રીજા ક્રમાંકે પહોંચી ગયો હતો.

હવે ટક્કર ક્યારે, કોની સામે?

મુંબઈ હવે શનિવારે ઇડન ગાર્ડન્સમાં કલકત્તા સામે અને હૈદરાબાદ હવે આવતી કાલે ઘરઆંગણે લખનઉમાં સામે ટકરાશે.

આઇપીએલ ૨૦૨૪નું પૉઇન્ટ ટેબલ

ટીમ

મૅચ

જીત

હાર

પૉઇન્ટ

રનરેટ

કલકત્તા

૧૧

૧૬

૧.૪૫૩

રાજસ્થાન

૧૦

૧૬

૦.૬૨૨

ચેન્નઈ

૧૧

૧૨

૦.૭૦૦

હૈદરાબાદ

૧૧

૧૨

-૦.૦૬૫

લખનઉ

૧૧

૧૨

-૦.૩૭૧

દિલ્હી

૧૧

૧૦

-૦.૪૪૨

બૅન્ગલોર

૧૧

-૦.૦૪૭

પંજાબ

૧૧

-૦.૧૮૭

મુંબઈ

૧૨

-૦.૨૧૨

ગુજરાત

૧૧

-૧.૩૨૦

32

હાર્દિક પંડ્યાની ૩૧ રનમાં ૩ વિકેટ એ મુંબઈના કૅપ્ટનની બેસ્ટ બોલિંગ પફોર઼્મન્સ બની ગયું હતું. આ પહેલાનો રેકોર્ડ ૩૨ રનમાં ૩ વિકેટ હરભજન સિંહના નામે હતો.

48

અભિષેક શર્માના કૅચ સાથે ઇશાન કિશન મુંબઈ વતી વિકેટ પાછળ સૌથી વધુ શિકાર કરનાર વિકેટકિપર બની ગયો હતો. તેણે ક્વિટન ડિકૉકના ૪૭ શિકારના રેકોર્ડને તોડી નાખ્યો હતો.

143

ગઈ કાલની સૂર્યાકુમાર યાદવ અને તિલક વર્મા વચ્ચેની ચોથી વિકેટ માટેની ૧૪૩ રનની પાર્ટનરશીપ મુંબઈ માટે બેસ્ટ બની ગઈ હતી. આ પહેલાનો રેકોર્ડ ૧૩૧ રનનો રો‌હિત શર્મા અને કૉરિ ઍન્ડરસનના નામે હતો જે તેમણે ૨૦૧૫માં કલકત્તા સામે બનાવ્યો હતો.

Whatsapp-channel Whatsapp-channel

07 May, 2024 09:15 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK