Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > એમએસ ધોનીએ રચ્યો નવો ઈતિહાસ, આઈપીએલમાં આ આંકડાને સ્પર્શનાર પ્રથમ ખેલાડી બન્યો

એમએસ ધોનીએ રચ્યો નવો ઈતિહાસ, આઈપીએલમાં આ આંકડાને સ્પર્શનાર પ્રથમ ખેલાડી બન્યો

29 April, 2024 10:33 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ધોની હૈદરાબાદ સામેની મેચમાં ખેલાડી તરીકે ૧૫૦મી આઈપીએલ જીતનો ભાગ બન્યો હતો. આ સમયગાળા દરમિયાન ધોનીએ ચેન્નાઈ સુપર કિંગ્સ માટે ૧૩૫ જીત અને રાઇઝિંગ પુણે સુપર જાયન્ટ માટે ૧૫ જીતનો ભાગ હતો

એમએસ ધોનીની ફાઇલ તસવીર

એમએસ ધોનીની ફાઇલ તસવીર


આઈપીએલ ૨૦૨૪ (IPL 2024)માં ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાયેલી મેચમાં એમએસ ધોની બેટિંગ કરવા આવ્યો હતો. ધોની અણનમ રહ્યો અને તેણે બે બોલમાં પાંચ રન બનાવ્યા. ધોનીને મેદાન પર આવતા જોઈને ચાહકોને લાગ્યું કે તેમના પૈસા વસૂલ થઈ ગયા છે. હવે ધોનીએ હૈદરાબાદ સામેની મેચ દ્વારા એક મોટી સિદ્ધિ મેળવી છે. ઈતિહાસ રચીને તેણે આઈપીએલનો તે રેકૉર્ડ પોતાના નામે કરી લીધો છે, જ્યાં રોહિત શર્મા અને વિરાટ કોહલી પણ પહોંચી શક્યા નથી.

વાસ્તવમાં ધોની આઈપીએલ (IPL 2024)ના ઈતિહાસમાં ૧૫૦ જીતનો ભાગ બનનાર પ્રથમ ખેલાડી બન્યો છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા દિગ્ગજ ખેલાડીઓ પણ અત્યાર સુધી આ આંકડાને સ્પર્શી શક્યા નથી. ધોની હૈદરાબાદ સામેની મેચમાં ખેલાડી તરીકે ૧૫૦મી આઈપીએલ જીતનો ભાગ બન્યો હતો. આ સમયગાળા દરમિયાન ધોનીએ ચેન્નાઈ સુપર કિંગ્સ માટે ૧૩૫ જીત અને રાઇઝિંગ પુણે સુપર જાયન્ટ માટે ૧૫ જીતનો ભાગ હતો. ચેન્નાઈની ટીમ પર ૨૦૧૬ અને ૨૦૧૭ દરમિયાન પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, જેના કારણે ધોની સાઈઝિંગ પુણે સુપર જાયન્ટનો ભાગ બન્યો હતો.



સૌથી વધુ આઈપીએલ મેચો જીતનાર ખેલાડીઓ


એમએસ ધોની- ૧૫૦ જીત

રવિન્દ્ર જાડેજા- ૧૩૩ જીત


રોહિત શર્મા- ૧૩૩ જીત

દિનેશ કાર્તિક- ૧૨૫ જીત

સુરેશ રૈના- ૧૨૫ જીત

આઈપીએલ ૨૦૨૪માં ધોની અત્યાર સુધી અજેય

નોંધનીય છે કે, એમએસ ધોની આઈપીએલ ૨૦૨૪ (IPL 2024)માં અત્યાર સુધી અજેય છે. કોઈ બોલર તેની વિકેટ લઈ શક્યો નહોતો. માહીએ અત્યાર સુધી સાત ઇનિંગ્સમાં બેટિંગ કરી છે, જેમાં તેણે ૨૫૯.૪૬ના સ્ટ્રાઇક રેટથી 96 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન તેની સરેરાશ અનંત રહી છે કારણ કે તે એક વખત પણ આઉટ થયો નથી. ધોનીનો ઉચ્ચ સ્કોર 16 બોલમાં 36* રન હતો, જે તેણે આ સિઝનમાં પ્રથમ વખત બેટિંગ કરતી વખતે દિલ્હી કેપિટલ્સ સામે બનાવ્યો હતો. હવે તે જોવાનું રસપ્રદ રહેશે કે શું તેને બાકીની મેચોમાં કોઈ આઉટ કરી શકે છે કે પછી તે આખી સિઝનમાં અજેય રહે છે.

૪૨ વર્ષના માહીમાં હજી પણ બોલરોને પછાડવાની ક્ષમતા છે

૪૨ વર્ષના મહેન્દ્ર સિંહ ધોનીએ IPLમાં હમણાં સુધીની પાંચ ઇનિંગ્સમાં ૮૭ રન બનાવ્યા છે. પાંચેપાંચ ઇનિંગ્સમાં નૉટઆઉટ રહેલા ધોનીના ભવિષ્યને લઈને ચેન્નઈ સુપર કિંગ્સના બૅટિંગ કોચ માઇકલ હસીએ કહ્યું કે ‘માહીમાં હજી પણ બોલરોને પછાડવાની ક્ષમતા છે. માહી તેની કારકિર્દીમાં એવા સ્થાને છે જ્યાં તે ક્રિકેટની મજા માણી રહ્યો છે. તેણે ટુર્નામેન્ટ પહેલાં સખત મહેનત અને સારી તૈયારી કરી હતી. અલબત્ત બોલરો તેની સામે અલગ-અલગ વ્યૂહરચના ઘડી રહ્યા છે, કારણ કે તે કદાચ અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ ફિનિશર છે. બોલરો હજી પણ તેની સામે અલગ રણનીતિ અપનાવે છે. ભવિષ્યમાં પણ બોલરો માટે તેની સામે બોલિંગ કરવી મુશ્કેલ બનશે.

Whatsapp-channel Whatsapp-channel

29 April, 2024 10:33 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK