IPLમાં ૩૦ એપ્રિલે છેલ્લી ૪ ઇનિંગ્સમાં દર વખતે પાંચ બૉલમાં ૧-૨-૩-૪ રન બનાવ્યા
IPL 2024
રોહિત શર્માની તસવીર
રોહિત શર્મા ગઈ કાલે પોતાની ૩૭મી વર્ષગાંઠ પર ફ્લૉપ રહ્યો હતો. ગઈ કાલે લખનઉ સુપર જાયન્ટ્સ સામે મુંબઈ ઇન્ડિયન્સ ટૉસ હારીને પ્રથમ બૅટિંગ કરવા ઊતરી હતી. બર્થ-ડે બૉય રોહિત શર્મા માત્ર ૪ રન કરીને મોહસિન ખાનની ઓવરમાં માર્કસ સ્ટૉઇનિસના હાથે કૅચઆઉટ થયો હતો. આ પહેલાં પણ તે ૩૦ એપ્રિલે પોતાના બર્થ-ડેએ IPLમાં ફ્લૉપ રહ્યો હતો. ૨૦૧૪માં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ૧ રન, ૨૦૨૨ અને ૨૦૨૩માં રાજસ્થાન રૉયલ્સ સામે અનુક્રમે ૨ અને ૩ રન બર્થ-ડેના દિવસે બનાવી શક્યો હતો. રસપ્રદ વાત એ હતી કે બર્થ-ડેના દિવસે રમાયેલી છેલ્લી ચારેચાર IPL ઇનિંગ્સમાં તે માત્ર પાંચ બૉલ રમ્યો હતો. રોહિત શર્માએ પત્ની રિતિકા સજદેહ અને મુંબઈની ટીમની હાજરીમાં કેક કટ કરીને બર્થ-ડેની ઉજવણી કરી હતી.
જન્મદિવસે રોહિત શર્માની છેલ્લી ચાર IPL ઇનિંગ્સ |
|||
રન |
બૉલ |
વિરોધી ટીમ |
વર્ષ |
૧ |
૫ |
હૈદરાબાદ |
૨૦૧૪ |
૨ |
૫ |
રાજસ્થાન |
૨૦૨૨ |
૩ |
૫ |
રાજસ્થાન |
૨૦૨૩ |
૪ |
૫ |
લખનઉ |
૨૦૨૪ |