Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > IPLમાં ૧૪મી વાર એક રનથી જીત

IPLમાં ૧૪મી વાર એક રનથી જીત

04 May, 2024 09:37 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બૅન્ગલોરે સૌથી વધુ ત્રણ વાર આવી નસીબવંતી જીત મેળવી છે, જ્યારે હૈદરાબાદે ગુરુવારે પહેલી વાર આનો સ્વાદ ચાખ્યો

રાજસ્થાન રૉયલ્સ સામે યજમાન સનરાઇઝર્સ હૈદરાબાદ

રાજસ્થાન રૉયલ્સ સામે યજમાન સનરાઇઝર્સ હૈદરાબાદ


ગુરુવારે રોમાંચક જંગમાં રાજસ્થાન રૉયલ્સ સામે યજમાન સનરાઇઝર્સ હૈદરાબાદે એક રનથી રોમાંચક જીત મેળવી હતી. હૈદરાબાદે આપેલા ૨૦૨ રનના ટાર્ગેટ સામે રાજસ્થાને માત્ર એક રનમાં જોસ બટલર અને સંજુ સૅમસનને ગુમાવીને ખરાબ શરૂઆત કર્યા બાદ યુવા બૅટરો યશસ્વી જાયસવાલ (૬૭) અને રિયાન પરાગ (૭૭)ની લડતને લીધે જીતની આશા જીવંત રાખી હતી. છેલ્લી બે ઓવરમાં ૨૦ રનની જરૂર હતી અને પૅટ કમિન્સે ૧૯મી ઓવરમાં માત્ર ૭ રન આપતાં છેલ્લી ઓવરમાં ૧૩ રનની જરૂર હતી. અનુભવી ભુવનેશ્વરકુમારની છેલ્લી ઓવરના પાંચ બૉલમાં ૧૧ રન બનતાં છેલ્લા બૉલમાં બે રનની જરૂર હતી. બટલર અને સૅમસનને આઉટ કરીને ટીમને સૉલિડ શરૂઆત અપાવનાર ભુવીએ છેલ્લા બૉલમાં રોવમૅન પૉવેલને એલબીડબ્લ્યુ કરી દેતાં હૈદરાબાદનો એક રનથી વિજય થયો હતો. ૪૧ રનમાં ૩ મહત્ત્વની વિકેટ લેનાર ભુવનેશ્વરકુમાર મૅન ઑફ ધ મૅચ બન્યો હતો. 

બૅન્ગલોર લક્કીએસ્ટ



હૈદરાબાદે IPLમાં પહેલી વાર આવી એક રનથી રોમાંચક જીત મેળવી છે. ઓવરઑલ IPLમાં આ એક રનથી ૧૪મી જીત હતી. એક રનથી જીતવામાં સૌથી વધુ નસીબદાર બૅન્ગલોર રહ્યું છે. એણે ૨૦૧૬માં પંજાબ સામે, ૨૦૧૯માં ચેન્નઈ સામે અને ૨૦૨૧માં દિલ્હી સામે એમ ત્રણ-ત્રણ વાર આવી જીતનો રોમાંચ માણ્યો છે. પંજાબ, મુંબઈ અને ચેન્નઈએ બે-બે વાર તથા દિલ્હી, લખનઉ, ગુજરાત, કલકત્તા અને હૈદરાબાદ ફ્રૅન્ચાઇઝીએ એક-એક વાર આવી નસીબવંતી જીત મેળવી છે. આવી જીત સૌથી વધુ ત્રણ વાર દિલ્હી સામે હરીફ ટીમે મેળવી છે, જ્યારે રાજસ્થાન અને મુંબઈ સામે બે-બે વાર મેળવી છે.


સુપર ઓવર વિશે વિચારવા માંડ્યો હતો ઃ કમિન્સ
હૈદરાબાદના કૅપ્ટન પૅટ કમિન્સે તો રાજસ્થાનને છેલ્લા બૉલમાં બે રનની જરૂર હતી ત્યારે સુપર ઓવર વિશે વિચારવાનું શરૂ કરી દીધું હતું. સતત બે હાર અને એક રનથી રોમાંચક જીત મેળવ્યા બાદ રાહતનો શ્વાસ લેનાર કમિન્સે મૅચ બાદ જણાવ્યું હતું કે ‘અદ્ભુત મૅચ હતી. અમે એક રનથી જીતીશું એવું મને જરાય લાગ્યું નહોતું. આ T20 ક્રિકેટ છે જેમાં બૅટરો તમારા પર હાવી થઈ જાય એની આદત પાડવી જરૂરી છે. તમે જ્યારે મૅચને છેલ્લી ઓવર સુધી ખેંચી જાઓ ત્યારે તમને લાગવા માંડે છે કે હવે કંઈ પણ થઈ શકે છે. ભુવનેશ્વરે ૬ સુપર્બ યૉર્કર નાખ્યા હતા. છેલ્લા બૉલમાં વિકેટ મળશે એવો વિચાર મારા મગજમાં આવ્યો જ નહોતો અને હું સુપર ઓવર વિશે વિચારવા લાગ્યો હતો. તેઓ સારું રમ્યા અને અમે નસીબદાર હતા કે છેલ્લા બૉલમાં વિકેટ મળી ગઈ.’


Whatsapp-channel Whatsapp-channel

04 May, 2024 09:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK