૧૩ વર્ષનો વૈભવ પોતાના પપ્પા સંજીવ સૂર્યવંશી સાથે મુખ્ય પ્રધાનના સત્તાવાર નિવાસસ્થાને પહોંચ્યો હતો
વૈભવને શાલ અર્પણ કરીને બિહારના મુખ્ય પ્રધાને તેને સન્માનિત કર્યો હતો
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)નો કૉન્ટ્રૅક્ટ મેળવનાર સૌથી યંગ પ્લેયર વૈભવ સૂર્યવંશીએ ગઈ કાલે બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમાર સાથે મુલાકાત કરી હતી. ૧૩ વર્ષનો વૈભવ પોતાના પપ્પા સંજીવ સૂર્યવંશી સાથે મુખ્ય પ્રધાનના સત્તાવાર નિવાસસ્થાને પહોંચ્યો હતો. અન્ય નેતાઓની હાજરીમાં વૈભવને શાલ અર્પણ કરીને બિહારના મુખ્ય પ્રધાને તેને સન્માનિત કર્યો હતો. ૧.૧૦ કરોડ રૂપિયામાં રાજસ્થાન રૉયલ્સમાં સામેલ થયેલા વૈભવ સૂર્યવંશીએ હેડ કોચ રાહુલ દ્રવિડના માર્ગદર્શનમાં રમવા માટે ઉત્સાહ વ્યક્ત કર્યો હતો.