PL મેગા ઑક્શનમાં અનસોલ્ડ રહ્યા બાદ ડોમેસ્ટિક ક્રિકેટ દરમ્યાન ૨૮ બૉલમાં ભારતીય ટીમ માટે ફાસ્ટેસ્ટ T20 સેન્ચુરી ફટકારવાનો રેકૉર્ડ કરનાર ગુજરાતના બૅટર ઉર્વિલ પટેલે સૌનું ધ્યાન ખેંચ્યું હતું.
ઉર્વિલ પટેલ
IPL મેગા ઑક્શનમાં અનસોલ્ડ રહ્યા બાદ ડોમેસ્ટિક ક્રિકેટ દરમ્યાન ૨૮ બૉલમાં ભારતીય ટીમ માટે ફાસ્ટેસ્ટ T20 સેન્ચુરી ફટકારવાનો રેકૉર્ડ કરનાર ગુજરાતના બૅટર ઉર્વિલ પટેલે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. તળિયાની ટીમ ચેન્નઈ સુપર કિંગ્સે ૨૬ વર્ષના આ બૅટરને સીઝનના અંતિમ તબક્કામાં રિપ્લેસમેન્ટ પ્લેયર તરીકે ટીમમાં સામેલ કર્યો છે.
ઉર્વિલે બુધવારે કોલકાતા નાઇટ રાઇડર્સ સામે પોતાની IPL ડેબ્યુ મૅચમાં એક ચોગ્ગો અને ચાર છગ્ગાની મદદથી ૧૧ બૉલમાં ૩૧ રનની ધમાકેદાર ઇનિંગ્સ રમી હતી. ત્રીજા ક્રમે આવી ૨૮૧.૮૧ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને તેણે IPL ડેબ્યુ મૅચમાં ઓછામાં ઓછા ૧૦ બૉલ રમીને હાઇએસ્ટ સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરવાનો રેકૉર્ડ તોડ્યો છે. તેણે આ મામલે દિલ્હી કૅપિટલ્સના વિપ્રાજ નિગમનો ૨૬૦ના સ્ટ્રાઇક-રેટનો રેકૉર્ડ તોડ્યો છે. વિપ્રાજે આ સીઝનમાં જ લખનઉ સુપર જાયન્ટ્સ સામે આ રેકૉર્ડ કર્યો હતો. ઉર્વિલે IPL ડેબ્યુ મૅચમાં પહેલા ૧૦ બૉલમાં સૌથી વધુ ૩૧ રન અને સૌથી વધુ ચાર છગ્ગા ફટકારવાનો રેકૉર્ડ પણ કર્યો છે.

