બ્રૉડકાસ્ટર સ્ટાર સ્પોર્ટ્સ દ્વારા ગઈ કાલે IPL 2026ની કૉમેન્ટરી પૅનલના સભ્યોનાં નામની જાહેરાત કરવામાં આવી હતી. ૧૬૦ પ્લસ કૉમેન્ટેટર્સ ૧૨ ભાષોમાં IPLની નવી સીઝનનો રોમાંચ વધારતા જોવા મળશે.
રવિચન્દ્રન અશ્વિન, ફાફ ડુ પ્લેસી, કેવિન પીટરસન
બ્રૉડકાસ્ટર સ્ટાર સ્પોર્ટ્સ દ્વારા ગઈ કાલે IPL 2026ની કૉમેન્ટરી પૅનલના સભ્યોનાં નામની જાહેરાત કરવામાં આવી હતી. ૧૬૦ પ્લસ કૉમેન્ટેટર્સ ૧૨ ભાષોમાં IPLની નવી સીઝનનો રોમાંચ વધારતા જોવા મળશે. પ્રખ્યાત કૉમેન્ટેટર જતીન સપ્રુનું નામ આ લિસ્ટમાંથી ગાયબ હોવાથી ક્રિકેટજગતમાં નવી ચર્ચા શરૂ થઈ છે.
IPLમાંથી રિટાયરમેન્ટ લઈ ચૂકેલો ભૂતપૂર્વ સ્પિનર રવિચન્દ્રન અશ્વિન પણ હિન્દી કૉમેન્ટરી પૅનલનો ભાગ બન્યો છે. સુનીલ ગાવસકર, નવજોત સિંધુ, ઇરફાન પઠાણ, સુરેશ રૈના, વીરેન્દર સેહવાગ, અનિલ કુંબલે, ચેતેશ્વર પુજારા, આકાશ ચોપડા, પીયૂષ ચાવલા સહિત આ લિસ્ટમાં આદિત્ય તારે અને ઉમેશ યાદવનું પણ નામ સામેલ છે.
ADVERTISEMENT
સાઉથ આફ્રિકાનો ભૂતપૂર્વ કૅપ્ટન ફાફ ડુ પ્લેસી IPL રમવાથી થોડો સમય બ્રેક લઈને પાકિસ્તાન સુપર લીગમાં રમવા જવાનો હતો, પણ ઇન્જરીને કારણે તેના આ નવા પ્લાન પર પાણી ફરી વળ્યું છે. છેલ્લી સીઝનમાં દિલ્હી કૅપિટલ્સ માટે રમનાર ફાફ ડુ પ્લેસી હવે IPLમાં કૉમેન્ટેટરની ભૂમિકા ભજવશે. પૂરતો સમય નથી એમ કહીને દિલ્હીની મેન્ટરશિપ છોડનાર કેવિન પીટરસન પણ આ સીઝનમાં કૉમેન્ટરી કરતો જોવા મળશે.
