હેડ કોચ તરીકે રાહુલ દ્રવિડનું સ્થાન લેશે
કુમાર સંગકારા
શ્રીલંકાના ભૂતપૂર્વ કૅપ્ટન કુમાર સંગકારાને રાજસ્થાન રૉયલ્સે વધુ એક જવાબદારી સોંપી છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આગામી સીઝન પહેલાં ૪૮ વર્ષના કુમાર સંગકારાને હેડ કોચ નિયુક્ત કરવામાં આવ્યો છે. ભારતના ભૂતપૂર્વ કૅપ્ટન અને કોચ રાહુલ દ્રવિડે આ વર્ષે ઑગસ્ટમાં આ પદ પરથી રાજીનામું આપ્યું હતું. ગઈ સીઝનમાં ટીમે ૧૪માંથી માત્ર ચાર મૅચ જીતી હતી. ૧૦ ટીમો વચ્ચે રાજસ્થાન પૉઇન્ટ ટેબલમાં નવમા સ્થાને રહી હતી.
૨૦૨૧થી રૉયલ્સ ફ્રૅન્ચાઇઝીના ક્રિકેટ-ડિરેક્ટર રહેલા કુમાર સંગકારાએ ૨૦૨૧થી ૨૦૨૪ સુધી હેડ કોચની ભૂમિકા પણ ભજવી હતી. આ ભૂતપૂર્વ વિકેટકીપર-બૅટર હવે ફરી રાજસ્થાન ટીમ માટે ડબલ ડ્યુટી કરતો જોવા મળશે. ૨૦૧૩ સુધી પંજાબ કિંગ્સ, ડેક્કન ચાર્જર્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ જેવી IPL ટીમ માટે રમનારા સંગકારા સામે હવે નવો કૅપ્ટન નક્કી કરવા સહિત મિની ઑક્શનમાં મજબૂત પ્લેયર્સ ખરીદવાનો પડકાર રહેશે.


