Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ચેન્નઈ સુપર કિંગ્સે કહ્યું... કન્ફર્મ, ધોની IPL ૨૦૨૬માં રમશે

ચેન્નઈ સુપર કિંગ્સે કહ્યું... કન્ફર્મ, ધોની IPL ૨૦૨૬માં રમશે

Published : 23 February, 2026 10:45 AM | IST | Chennai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ વખતે પણ ઘણા સમયથી ચર્ચા ચાલી રહી હતી કે ગઈ સીઝનના ફ્લૉપ શો બાદ ધોની કદાચ આ વખતે ખેલાડી તરીકે મેદાનમાં નહીં ઊતરે

IPL 2026માં રમવા માટે ફિટ થવા મહેન્દ્ર સિંહ ધોનીએ પ્રૅક્ટિસ શરૂ કરી દીધી છે

IPL 2026માં રમવા માટે ફિટ થવા મહેન્દ્ર સિંહ ધોનીએ પ્રૅક્ટિસ શરૂ કરી દીધી છે


CSK અને ખાસ કરીને મહેન્દ્ર સિંહ ધોનીના ચાહકો માટે ગઈ કાલે એક ખુશીના સમાચાર આવ્યા હતા. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની છેલ્લી બે-ત્રણ સીઝનમાં દરેક વખતે ધોનીની આ છેલ્લી સીઝન છે એવી વાતો થતી રહે છે અને ચાહકો પણ તેના લાડકા ખેલાડીને વધાવવા માટે મેદાનમાં ઊમટી પડતા હોય છે. આ વખતે પણ ઘણા સમયથી ચર્ચા ચાલી રહી હતી કે ગઈ સીઝનના ફ્લૉપ શો બાદ ધોની કદાચ આ વખતે ખેલાડી તરીકે મેદાનમાં નહીં ઊતરે, પણ ગઈ કાલે ચેન્નઈ ફ્રૅન્ચાઇઝીના CEO કાશી વિશ્વનાથે કરોડો ચાહકોને ખુશ કરતાં કન્ફર્મ કર્યું હતું કે ધોની IPL ૨૦૨૬માં રમશે.

જોકે ચેન્નઈએ બૅક-અપ વિકેટકીપર તરીકે સંજુ સૅમસનને રાજસ્થાનમાંથી ટ્રેડ કર્યો હોવાથી ચાહકોને હજી આશંકા છે કે ઉંમર અને ઘૂંટણના દરદને જોતાં કદાચ એ બધી જ મૅચ નહીં રમે.


Whatsapp-channel Whatsapp-channel

23 February, 2026 10:45 AM IST | Chennai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK