Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ગુજરાત-રાજસ્થાનની હાઈ-વૉલ્ટેજ મૅચ જોઈને રવિ શાસ્ત્રીએ કહ્યું...

ગુજરાત-રાજસ્થાનની હાઈ-વૉલ્ટેજ મૅચ જોઈને રવિ શાસ્ત્રીએ કહ્યું...

Published : 06 April, 2026 03:13 PM | Modified : 06 April, 2026 03:17 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

IPL ઝિંદાબાદ, રિયાન પરાગનું કૅપ્ટન તરીકેનું ભવિષ્ય ઉજ્જવળ છે

રિયાન પરાગ

રિયાન પરાગ


શનિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં અંતિમ ઓવરમાં ૧૧ રન ડિફેન્ડ કરીને રાજસ્થાન રૉયલ્સે ૬ રને ગુજરાત ટાઇટન્સને હરાવ્યું હતું. રાજસ્થાને ૬ વિકેટ ગુમાવીને ૨૧૦ રન કર્યા હતા. જવાબમાં ગુજરાત ૮ ઓવરમાં ૨૦૪ રન જ કરી શક્યું હતું. ૨૦૦ T20 વિકેટ પૂર્ણ કરનાર સ્પિનર રવિ બિશ્નોઈ IPLમાં પહેલી વખત ૪ વિકેટ લઈને પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો. ભારતના ભૂતપૂર્વ કૅપ્ટન અને હેડ કોચ રવિ શાસ્ત્રીએ આ મૅચ જોયા બાદ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર રિયાન પરાગ વિશે લખ્યું હતું કે આ મૅચ IPL ઇતિહાસની સર્વશ્રેષ્ઠ મૅચોમાંથી એક છે. આ મૅચ હંમેશાં યાદ રહેશે. રિયાન પરાગમાં ગજબની મજબૂતાઈ છે અને તેનું ભવિષ્ય ઉજ્જ્વળ છે, ખાસ કરીને કૅપ્ટન્સીમાં. શાનદાર રમત. IPL ઝિંદાબાદ.’

૧૨ બૉલમાં ૧૫ રન ડિફેન્ડ કરવાના હતા ત્યારે ધ્રુવ જુરેલની સલાહ કામ લાગી



જીત બાદ રિયાન પરાગે ખુલાસો કર્યો હતો કે ‘અંતિમ બે ઓવરમાં ૧૫ રન ડિફેન્ડ કરવાનું શ્રેય વિકેટકીપર ધ્રુવ જુરેલને જાય છે. તેણે મને ઓગણીસમી ઓવર જોફ્રા આર્ચર અને વીસમી ઓવર તુષાર દેશપાંડેને આપવાની સલાહ આપી હતી. પહેલાં હું આનું તદ્દન ઊંધું કરવાનો હતો. આ એક અવિશ્વસનીય મૅચ હતી.’ ૧૯ અને વીસમી ઓવરમાં રાજસ્થાનના બન્ને ફાસ્ટ બોલર્સે માત્ર ૪-૪ રન આપ્યા હતા. 


Whatsapp-channel Whatsapp-channel

06 April, 2026 03:17 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK