Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > IPLમાં પહેલી વખત જસપ્રીત બુમરાહ બન્યો કૅપ્ટન

IPLમાં પહેલી વખત જસપ્રીત બુમરાહ બન્યો કૅપ્ટન

Published : 15 May, 2026 03:04 PM | Modified : 15 May, 2026 03:05 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગઈ કાલે ધરમશાલામાં પંજાબ કિંગ્સ સામેની મૅચમાં મુંબઈ ઇન્ડિયન્સ નવા કૅપ્ટન સાથે મેદાન પર ઊતર્યું હતું. અનફિટ હાર્દિક પંડ્યાને સ્થાને સ્ટૅન્ડ-ઇન કૅપ્ટન બનેલો સૂર્યકુમાર યાદવ વ્યક્તિગત કારણોસર મૅચ રમ્યો નહોતો.

જસપ્રીત બુમરાહ

જસપ્રીત બુમરાહ


ગઈ કાલે ધરમશાલામાં પંજાબ કિંગ્સ સામેની મૅચમાં મુંબઈ ઇન્ડિયન્સ નવા કૅપ્ટન સાથે મેદાન પર ઊતર્યું હતું. અનફિટ હાર્દિક પંડ્યાને સ્થાને સ્ટૅન્ડ-ઇન કૅપ્ટન બનેલો સૂર્યકુમાર યાદવ વ્યક્તિગત કારણોસર મૅચ રમ્યો નહોતો. બન્નેની ગેરહાજરીમાં જસપ્રીત બુમરાહ IPL ઇતિહાસમાં પહેલી વખત કૅપ્ટન્સી કરવા ઊતરીને મુંબઈનો ૧૦મો કૅપ્ટન બન્યો હતો.

૧૫૬ મૅચ બાદ બુમરાહે પહેલી વખત ટુર્નામેન્ટમાં કૅપ્ટન્સી સંભાળી છે. આ લિસ્ટમાં જસપ્રીત બુમરાહ કરતાં આગળ માત્ર રવીન્દ્ર જાડેજા છે જેણે ૨૦૦ IPL મૅચ બાદ ચેન્નઈ સુપર કિંગ્સ માટે પહેલી વખત કૅપ્ટન્સી કરી હતી.

એક IPL સીઝનમાં એક ટીમની કૅપ્ટન્સી ત્રણ કૅપ્ટને સંભાળી હોય એવી આ પાંચમી ઘટના છે. અગાઉ ૨૦૦૮માં મુંબઈ, ૨૦૧૩માં પુણે વૉરિયર્સ, ૨૦૨૧માં સનરાઇઝર્સ હૈદરાબાદ અને ૨૦૨૪માં પંજાબ કિંગ્સની કૅપ્ટન્સી ત્રણ જણે કરી હતી. જોકે એક સીઝનમાં એક ટીમની કૅપ્ટન્સી ત્રણ ભારતીયોએ કરી હોય એવી આ પહેલવહેલી ઘટના છે. 


Whatsapp-channel Whatsapp-channel

15 May, 2026 03:05 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK