મંગળવારે રાજસ્થાન સામે જસપ્રીત બુમરાહે ૩ ઓવરમાં ૩૨ રન આપ્યા હતા અને એક પણ વિકેટ નહોતો લઈ શક્યો. આ સાથે સતત ત્રીજી મૅચમાં બુમરાહને કોઈ વિકેટ નહોતી મળી.
જસપ્રીત બુમરાહ
મંગળવારે રાજસ્થાન સામે જસપ્રીત બુમરાહે ૩ ઓવરમાં ૩૨ રન આપ્યા હતા અને એક પણ વિકેટ નહોતો લઈ શક્યો. આ સાથે સતત ત્રીજી મૅચમાં બુમરાહને કોઈ વિકેટ નહોતી મળી. વિકેટ લીધા વગરની આવી મૅચની હૅટ-ટ્રિકની નામોશી તેણે તેની T20ની કરીઅરમાં ચોથી વાર અને ૮ વર્ષ બાદ જોઈ છે. બુમરાહે તેની T20ની કરીઅરમાં ૨૭૩ મૅચમાં ૬.૯૨ની ઇકૉનૉમી સાથે ૩૪૫ વિકેટ લીધી છે એટલે કે લગભગ દરેક મૅચમાં ૧.૨૬ વિકેટ લીધી છે. IPLમાં તેણે ૧૪૮ મૅચમાં ૭.૨૬ની ઇકૉનૉમી સાથે ૧૮૩ વિકેટ ઝડપી છે.
સતત ૩ મૅચમાં વિકેટ ન લેવાનું બુમરાહ સાથે છેલ્લે ૨૦૧૬ની IPL સીઝનમાં બન્યું હતું. ત્યારે હૈદરાબાદ, બૅન્ગલોર અને પંજાબ સામેની મૅચમાં તે વિકેટ નહોતો લઈ શક્યો. એ પહેલાં ૨૦૧૪ની IPLમાં એવું બન્યું હતું. T20 ઇન્ટરનૅશનલમાં છેલ્લે ૨૦૧૭-’૧૮ની સીઝનમાં તે સતત ૩ મૅચમાં નિષ્ફળ રહ્યો હતો.
