ભારતીય બોર્ડે કડક નિયમોને કારણે રોહિત શર્મા અને વિરાટ કોહલીને રણજી ટ્રોફીની મૅચ રમવાની ફરજ પાડી એ કપિલ દેવને ગમ્યું નથી.
કપિલ દેવ
ભારતીય ટીમના વર્લ્ડ કપ વિજેતા કૅપ્ટન કપિલ દેવે ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની ઇન્જરી વિશે મોટી વાત કરી છે. તેઓ કહે છે, ‘જસપ્રીત બુમરાહે છેલ્લાં બે વર્ષમાં પોતાના શાનદાર પ્રદર્શનથી પોતાની છાપ છોડી છે. મને નથી લાગતું કે દુનિયાના કોઈ બીજા ફાસ્ટ બોલરે તેના જેટલું પ્રભાવશાળી પ્રદર્શન કર્યું હોય. બુમરાહ, રવિચન્દ્રન અશ્વિન, અનિલ કુંબલે, ઝહીર ખાન જેવા મૅચ-વિજેતા પ્લેયર્સની ઈજાઓ કોઈ પણ ટીમ માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. મને આશા છે કે બુમરાહ જલદીથી પાછો ફરશે, કારણ કે એક મોટો પ્લેયર હંમેશાં મોટો ખેલાડી રહે છે.’
ચૅમ્પિયન્સ ટ્રોફી માટે કપિલ દેવે મિસ્ટરી સ્પિનર વરુણ ચક્રવર્તીની પસંદગીના નિર્ણયને ટેકો આપ્યો છે, પણ ભારતીય બોર્ડે કડક નિયમોને કારણે રોહિત શર્મા અને વિરાટ કોહલીને રણજી ટ્રોફીની મૅચ રમવાની ફરજ પાડી એ કપિલ દેવને ગમ્યું નથી.

