Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > કાવ્યા મારન વાઇરલ થઈ ગઈ

કાવ્યા મારન વાઇરલ થઈ ગઈ

Published : 15 April, 2026 03:51 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સોમવારે સનરાઇઝર્સ હૈદરાબાદે ૫૭ રનની જીત સાથે રાજસ્થાન રૉયલ્સ પર સતત પાંચમી જીત નોંધાવી હતી. રાજીવ ગાંધી ઇન્ટરનૅશનલ સ્ટેડિયમમાં સનરાઇઝર્સ હૈદરાબાદે કૅપ્ટન ઈશાન કિશનના ૯૧ રનના આધારે ૬ વિકેટે ૨૧૬ રન કર્યા હતા.

કાવ્યા મારન વાઇરલ થઈ ગઈ

કાવ્યા મારન વાઇરલ થઈ ગઈ


સોમવારે સનરાઇઝર્સ હૈદરાબાદે ૫૭ રનની જીત સાથે રાજસ્થાન રૉયલ્સ પર સતત પાંચમી જીત નોંધાવી હતી. રાજીવ ગાંધી ઇન્ટરનૅશનલ સ્ટેડિયમમાં સનરાઇઝર્સ હૈદરાબાદે કૅપ્ટન ઈશાન કિશનના ૯૧ રનના આધારે ૬ વિકેટે ૨૧૬ રન કર્યા હતા. જવાબમાં રાજસ્થાન શરૂઆતના ધબડકા બાદ ૧૯મી ઓવરમાં ૧૫૯ રને ઑલઆઉટ થઈને હારી ગયું હતું.

સનરાઇઝર્સ હૈદરાબાદની ઓનર કાવ્યા મારન મૅચ દરમ્યાન સ્ટૅન્ડમાં આપેલાં રીઍક્શનને કારણે સોશ્યલ મીડિયા પર છવાઈ ગઈ હતી. પહેલી ઇનિંગ્સમાં હૈદરાબાદનો ઓપનર અભિષેક શર્મા સ્પિનર રવિ બિશ્નોઈના પહેલા જ બૉલમાં જોફ્રા આર્ચરને કૅચ આપી બેઠો હતો એ સમયે કાવ્યા મારન ‘આ શું કરી રહ્યો છે’ એવા અંદાજમાં નિરાશ જોવા મળી હતી.

જોકે રાજસ્થાનનો ઓપનર વૈભવ સૂર્યવંશી ઇનિંગ્સના બીજા જ બૉલમાં પ્રફુલ્લ હિંગે સામે વિકેટકીપર સલિલ અરોરાના હાથે કૅચઆઉટ થયો ત્યારે તે સ્ટૅન્ડમાં ઊછળી પડી હતી. બાઉન્સનો સામનો ન કરી શકતા વૈભવના બૅટને અથડાઈને બૉલ લાંબા સમય સુધી હવામાં રહ્યો હતો. કાવ્યા મારન એ દરમ્યાન ચીસાચીસ કરતી જોવા મળી હતી. તેના આ જુદાં-જુદાં 
રીઍક્શન સોશ્યલ મીડિયા પર વાઇરલ થયાં છે. 


Whatsapp-channel Whatsapp-channel

15 April, 2026 03:51 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK