Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > હાલાઈ લોહાણાને હરાવીને માહ્યાવંશી ક્વૉર્ટર ફાઇનલમાં

હાલાઈ લોહાણાને હરાવીને માહ્યાવંશી ક્વૉર્ટર ફાઇનલમાં

Published : 28 March, 2026 05:23 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ત્રણ વખતની ચૅમ્પિયન લોહાણા ટીમ સામેની હારની પરંપરા તોડીને માહ્યાવંશીએ પહેલા જ નૉક-આઉટ જંગમાં કર્યો મોટો ઊલટફેર, એક સમયે ફસડાઈ ગયા બાદ જીત પટેલ અને પ્રથમ પટેલની જોડીએ ૩૧ બૉલમાં ૯૯ રન ફટકારીને ટીમને અપાવ્યો યાદગાર વિજય

હાલાઈ લોહાણાને હરાવીને માહ્યાવંશી ક્વૉર્ટર ફાઇનલમાં

હાલાઈ લોહાણાને હરાવીને માહ્યાવંશી ક્વૉર્ટર ફાઇનલમાં


ત્રણ વખતની ચૅમ્પિયન લોહાણા ટીમ સામેની હારની પરંપરા તોડીને માહ્યાવંશીએ પહેલા જ નૉક-આઉટ જંગમાં કર્યો મોટો ઊલટફેર, એક સમયે ફસડાઈ ગયા બાદ જીત પટેલ અને પ્રથમ પટેલની જોડીએ ૩૧ બૉલમાં ૯૯ રન ફટકારીને ટીમને અપાવ્યો યાદગાર વિજય : નબળી ‌ફીલ્ડિંગ નડી ગઈ સીઝનની રનર-અપ પરજિયા સોનીને, કચ્છી ભાનુશાલી સામે ૯ રનથી પરાજય, હવે આજે પ્રી-ક્વૉર્ટરમાં ટકરાવું પડશે મજબૂત કપોળ સામે : કચ્છી ભાનુશાલીની જીતને લીધે ગ્રુપ Cમાં ત્રણેય ટીમના એકસરખા ચાર-ચાર પૉઇન્ટ અને માત્ર ૦.૩૬ના મામૂલી ફરકથી નવગામ વીસા નાગર વણિક થયું ટુર્નામેન્ટમાંથી આઉટ: મેમણ સામે લુહાર સુતારનો એક રનથી રોમાંચક વિજય પણ નબળા રન-રેટને લીધે ટુર્નામેન્ટમાંથી થયું આઉટ : સૌરાષ્ટ્ર લેઉવા પટેલે ફરી પાવર બતાવ્યો, સીઝનના તેમના જ હાઇએસ્ટ ૧૬૪ રનની બરોબરી કરીને બનાસકાંઠા રૂખીને ૫૭ રનથી હરાવ્યું

મૅચ-૧
ટૂંકો સ્કોર : કચ્છી ભાનુશાલી (૧૦ ઓવરમાં બે વિકેટે ૧૧૯ રન – પ્રીત નંદા ૩૪ બૉલમાં ૧૧ ફોર સાથે અણનમ ૬૦ અને કરણ ભદ્રા ૨૪ બૉલમાં ૩ ફોર સાથે ૨૪ રન. દેવાંશ હીરાણી ૧૧ રનમાં અને ધવલ સોની ૧૫ રનમાં એક-એક વિકેટ)નો પરજિયા સોની (૧૦ ઓવરમાં ૪ વિકેટે ૧૧૦ રન – યશ ધાણક ૨૭ બૉલમાં એક સિક્સર અને પાંચ ફોર સાથે ૩૫, વિકી સોની ૧૭ બૉલમાં ૩ સિક્સર અને બે ફોર સાથે ૩૪ અને મોનિલ સોની ૧૩ બૉલમાં એક સિક્સર અને બે ફોર સાથે અણનમ ૨૨ રન. કરણ ભદ્રા ૧૬ રનમાં અને ધ્રુવિન ભાનુશાલી ૨૧ રનમાં બે-બે વિકેટ) સામે ૯ રનથી વિજય. 
મૅન ઑફ ધ મૅચ : કચ્છી ભાનુશાલીનો પ્રીત નંદા (૩૪ બૉલમાં અણનમ ૬૦ રન)
મૅચ-૨
ટૂંકો સ્કોર : લુહાર સુતાર (૧૦ ઓવરમાં પાંચ વિકેટે ૧૧૯ રન – હર્મેશ સિદ્ધપરા ૨૧ બૉલમાં ચાર ફોર સાથે ૩૩, નિખિલ રાઠોડ ૯ બૉલમાં ૩ સિક્સર અને એક ફોર સાથે અણનમ ૩૧, આકાશ પરમાર ૯ બૉલમાં એક સિક્સર અને પાંચ ફોર સાથે ૨૮ અને તત્સત રાઠોડ ૧૪ બૉલમાં એક સિક્સર સાથે ૧૨ રન. આમિર પેટીવાલા ૨૫ રનમાં બે તથા ઝૈદ ખત્રી ૧૮ રનમાં એક વિકેટ) સામે મેમણ (૧૦ ઓવરમાં બે વિકેટે ૧૧૮ રન – નાવેદ મીઠાઈવાલા ૨૩ બૉલમાં બે સિક્સર અને ત્રણ ફોર સાથે ૩૬, અરકાન મેમણ ૨૦ બૉલમાં પાંચ ફોર સાથે અણનમ ૨૮, વાસિમ અશરફ ૧૧ બૉલમાં બે ફોર સાથે અણનમ ૧૪ અને ઝૈદ ખત્રી ૮ બૉલમાં એક સિક્સર સાથે ૧૧ રન. નિખિલ રાઠોડ ૧૧ રનમાં અને ગિરિશ મકવાણા ૧૩ રનમાં એક-એક વિકેટ)નો એક રનથી વિજય. 
મૅન ઑફ ધ મૅચ : લુહાર સુતારનો નિખિલ રાઠોડ (૯ બૉલમાં અણનમ ૩૨ રન અને એક વિકેટ)
મૅચ-૩
ટૂંકો સ્કોર : સૌરાષ્ટ્ર લેઉવા પટેલ (૧૦ ઓવરમાં ૩ વિકેટે ૧૬૪ રન –મહેશ હીરપરા ૨૯ બૉલમાં ૬ સિક્સર અને પાંચ ફોર સાથે ૬૪, હિતેશ ભાયાણી ૧૯ બૉલમાં એક સિક્સર અને બે ફોર સાથે ૨૬, જય કિકાણી ૩ બૉલમાં બે સિક્સર સાથે અણનમ ૧૪ અને  દીહોરા ૯ બૉલમાં બે ફોર સાથે ૧૪ રન. ખોડીદાસ રાઠોડ ૧૯ રનમાં અને પરેશ મકવાણા ૨૭ રનમાં એક-એક વિકેટ)નો બનાસકાંઠા રૂખી (૧૦ ઓવરમાં ૭ વિકેટે ૧૦૭ રન – રાજ વાઘેલા ૧૭ બૉલમાં એક સિક્સર અને ચાર ફોર સાથે ૩૧, જિતેશ પુરબિયા ૧૩ બૉલમાં ૪ ફોર સાથે ૨૩ અને ખીમજી મકવાણા ૧૦ બૉલમાં એક સિક્સર અને બે ફોર સાથે ૧૮ રન. ઘેલા જોગાણી ૧૪ રનમાં અને જનક દિહોરા ૨૪ રનમાં બે-બે તથા અંકિત રાબડિયા ૩ રનમાં અને રિતેશ ભાલાણી ૨૯ રનમાં એક-એક વિકેટ) સામે ૫૭ રનથી વિજય. 
મૅન ઑફ ધ મૅચ : સૌરાષ્ટ્ર લેઉવા પટેલનો મહેશ હીરપરા (૨૯ બૉલમાં ૬૪ રન)
પ્રી-ક્વૉર્ટર ફાઇનલ - વન
ટૂંકો સ્કોર : હાલાઈ લોહાણા (૧૦ ઓવરમાં ૪ વિકેટે ૧૪૦ રન – નિકુંજ વિઠલાણી ૨૮ બૉલમાં બે સિક્સર અને પાંચ ફોર સાથે ૪૬, મનન ખખ્ખર ૧૩ બૉલમાં ૩ સિક્સર અને બે ફોર સાથે ૩૨, પાર્થ રુઘાણી ૧૦ બૉલમાં એક સિક્સર અને બે ફોર સાથે ૧૮ રન. જીત પટેલ ૧૩ રનમાં, મયંક મહેંદીવાલા ૨૩ રનમાં, પ્રથમ પટેલ ૩૦ રનમાં અને જયેશ માહ્યાવંશી ૩૧ રનમાં એક-એક વિકેટ વિકેટ) સામે માહ્યાવંશી (૯.૨ ઓવરમાં ૪ વિકેટે ૧૪૧ રન – પ્રથમ પટેલ ૧૪ બૉલમાં પાંચ સિક્સર અને બે ફોર સાથે અણનમ ૪૩, જીત પટેલ ૧૭ બૉલમાં બે સિક્સર અને પાંચ ફોર સાથે અણનમ ૪૦, મયંક મહેંદીવાલા ૭ બૉલમાં એક સિક્સર અને બે ફોર સાથે ૧૭ અને મયૂર રસૂલિયા ૧૦ બૉલમાં બે સિક્સર સાથે ૧૫ રન. વિજિથ દસાણી ૨૭ રનમાં બે અને પાર્થ રુઘાણી ૨૯ રનમાં એક વિકેટ)નો ૬ વિકેટે વિજય. 
મૅન ઑફ ધ મૅચ : માહ્યાવંશીનો પ્રથમ પટેલ (૧૫ બૉલમાં અણનમ ૪૩ રન અને એક વિકેટ)



મૅચ-શેડ્યુલ
આજની પ્રી-ક્વૉર્ટર ફાઇનલ મૅચ
સવારે ૯.૦૦
કચ્છ-વાગડ લેઉવા પટેલ v/s વાગડ વિશા ઓસવાળ જૈન
સવારે ૧૧.૦૦
સૌરાષ્ટ્ર લેઉવા પટેલ v/s મેમણ
બપોરે ૧.૦૦ 
કપોળ v/s પરજિયા સોની
બપોરે ૩.૦૦ 
કચ્છી ભાનુશાલી v/s ગુર્જર સુતાર
કાલની પ્રી-ક્વૉર્ટર અને ક્વૉર્ટર ફાઇનલ મૅચ
સવારે ૯.૦૦
બનાસકાંઠા રૂખી v/s કચ્છી વીસા ઓસવાળ જૈન
સવારે ૧૧.૦૦
‌પ્રથમ ક્વૉર્ટર ફાઇનલ
બપોરે ૧.૦૦ 
બીજી ક્વૉર્ટર ફાઇનલ
બપોરે ૩.૦૦ 
ત્રીજી ક્વૉર્ટર ફાઇનલ
નોંધ : દરેક ટીમે પોતપોતાની મૅચના નિર્ધારિત સમયના એક કલાક પહેલાં મેદાનમાં હાજર થઈ જવું. 


Whatsapp-channel Whatsapp-channel

28 March, 2026 05:23 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK