° °

આજનું ઇ-પેપર
Thursday, 02 December, 2021


મિતાલીનું વન-ડેમાં રાજ

15 March, 2021 10:08 AM IST |

મિતાલીનું વન-ડેમાં રાજ

મિતાલી રાજ

મિતાલી રાજ

સાઉથ આફ્રિકા મહિલા ટીમ સામેની ચોથી વન-ડેમાં ગઈ કાલે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કૅપ્ટન મિતાલી રાજે વન-ડે ક્રિકેટમાં ૭૦૦૦ રન પૂરા કરીને વધુ એક રેકૉર્ડ પોતાના નામે નોંધાવ્યો હતો. આ કીર્તિમાન રચનારી વિશ્વની તે પ્રથમ મહિલા ક્રિકેટર બની છે. ગઈ કાલની મૅચ મિતાલીના કરીઅરની ૨૧૩મી મૅચ હતી, જેમાં ૨૬ રન બનાવવાની સાથે તેણે આ રેકૉર્ડ સ્થાપી દીધો હતો. તેણે કુલ ૭૦૧૯ રન ૧૯૨ ઇનિંગ્સમાં બનાવ્યા છે.

મિતાલી ગઈ કાલે પંચાવનમી હાફ સેન્ચુરી પાંચ રન માટે ચૂકી ગઈ હતી. સાઉથ આફ્રિકા સામેની વન-ડે સિરીઝની ત્રીજી મૅચમાં તેણે ૧૦,૦૦૦ ઇન્ટરનૅશનલ રન પૂરા કરવાનો પણ રેકૉર્ડ કર્યો હતો. આ પહેલાં મિતાલી વન-ડે ઇન્ટરનૅશનલમાં ૬૦૦૦ રન પૂરા કરનારી પહેલી મહિલા ક્રિકેટર બની હતી. મહિલા વન-ડે ક્રિકેટમાં મિતાલીના ૭૦૦૦ પ્લસ રન છે, પરંતુ બીજી કોઈ ખેલાડી ૬૦૦૦ રનના આંકડા સુધી પણ નથી પહોંચી શકી.

15 March, 2021 10:08 AM IST |

અન્ય લેખો

ક્રિકેટ

પ્રિયાંક પંચાલની ૧૦૦મી મૅચ : સાઉથ આફ્રિકામાં ગુજરાતનું ગૌરવ

ગુજરાત રણજી ટીમનું પણ સુકાન સંભાળનાર પંચાલની આ ૧૦૦મી ફર્સ્ટ-ક્લાસ મૅચ છે. મલાને ટૉસ જીતીને બૅટિંગ લીધી હતી.

01 December, 2021 06:26 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

હર્ષલ, હાર્દિક, રાશિદ અને ચહલને હરાજીમાં મૂકી દેવાયા

રાહુલ અને શ્રેયસને કોઈ ટીમ ખૂબ ઊંચા ભાવે ખરીદી શકશે

01 December, 2021 06:24 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

કોને રીટેન કરવા, કોને નહીં? : આજે નિર્ણય

હાલની ૮માંની દરેક ટીમને વધુમાં વધુ ચાર ખેલાડી રીટેન કરવાની છૂટ છે

30 November, 2021 11:33 IST | New Delhi | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK