ઝારખંડ સ્ટેટ ક્રિકેટ અસોસિએશન (JSCA)ના ઇન્સ્ટાગ્રામ-હૅન્ડલ પર ધોનીનો એક નાનો વિડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે જેમાં તે પૅડ પહેરીને બૅટ ઉપાડી રહ્યો છે. આ વિડિયોમાં તેને JSCAનું ગૌરવ ગણાવવામાં આવ્યો હતો.
મહેન્દ્ર સિંહ ધોની
ભારત અને ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ના ભૂતપૂર્વ ચૅમ્પિયન કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ આગામી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) સીઝન પહેલાં રાંચીમાં પ્રૅક્ટિસ શરૂ કરી દીધી છે. ઝારખંડ સ્ટેટ ક્રિકેટ અસોસિએશન (JSCA)ના ઇન્સ્ટાગ્રામ-હૅન્ડલ પર ધોનીનો એક નાનો વિડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે જેમાં તે પૅડ પહેરીને બૅટ ઉપાડી રહ્યો છે. આ વિડિયોમાં તેને JSCAનું ગૌરવ ગણાવવામાં આવ્યો હતો. ઑગસ્ટ ૨૦૨૦માં ઇન્ટરનૅશનલ ક્રિકેટ છોડનાર ધોની ૪૪ વર્ષે પણ પોતાને ક્રિકેટ રમવા માટે ફિટ બનાવી રહ્યો છે.


