Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ટીમ ​ઇન્ડિયાના નવા T20 કૅપ્ટન શ્રેયસ ઐયરે કહ્યું...

ટીમ ​ઇન્ડિયાના નવા T20 કૅપ્ટન શ્રેયસ ઐયરે કહ્યું...

Published : 08 June, 2026 02:31 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુંબઈકર હોવાથી મને પડકાર ગમે છે, હું કોઈના પડછાયામાં રહેવાનો નથી

મુંબઈમાં ક્રાન્તિકારી AI-સંચાલિત વૈશ્વિક સ્પોર્ટ્‌સ પ્લૅટફૉર્મ KABUNIની લૉન્ચ-ઇવેન્ટમાં હાજર રહ્યા હતા સૌરવ ગાંગુલી, એ. બી. ડિવિલિયર્સ, શેન વૉટ્સન અને શ્રેયસ ઐયર.

મુંબઈમાં ક્રાન્તિકારી AI-સંચાલિત વૈશ્વિક સ્પોર્ટ્‌સ પ્લૅટફૉર્મ KABUNIની લૉન્ચ-ઇવેન્ટમાં હાજર રહ્યા હતા સૌરવ ગાંગુલી, એ. બી. ડિવિલિયર્સ, શેન વૉટ્સન અને શ્રેયસ ઐયર.


ગઈ કાલે મુંબઈમાં ક્રાન્તિકારી AI-સંચાલિત વૈશ્વિક સ્પોર્ટ્‌સ પ્લૅટફૉર્મ KABUNIની લૉન્ચ-ઇવેન્ટમાં શ્રેયસ ઐયર અન્ય ભૂતપૂર્વ ક્રિકેટર્સ સાથે હાજર રહ્યો હતો. નવા T20 કૅપ્ટન વિશે શ્રેયસ ઐયરે પહેલું રીઍક્શન આપતાં કહ્યું હતું કે ‘કૅપ્ટન બન્યા પછી મારે મારી પર્સનાલિટી બદલવાની જરૂર નથી. હું કોઈના જેવો બનવામાં અને કોઈના પડછાયામાં રહેનારો માણસ નથી.’ શ્રેયસે વધુમાં કહ્યું હતું કે ‘મુંબઈકર હોવાથી મને પહેલાંથી જ પડકાર ગમે છે. અહીં ક્રિકેટ સૌથી મોટું છે અને કૉમ્પિટિશન પણ વધારે છે. મુંબઈની ગલીનું દરેક બાળક મુંબઈ માટે રમવાની ઇચ્છા રાખે છે.’ જૂનના અંતમાં શ્રેયસ ઐયર ટીમ ઇન્ડિયા સાથે નવા T20 કૅપ્ટન તરીકેનો કાર્યભાર સંભાળશે.


Whatsapp-channel Whatsapp-channel

08 June, 2026 02:31 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK