Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ૩૩ બૉલમાં માત્ર ૪ ડૉટ બૉલ રમીને ૧૦૦ રન કરનારો ફિન ઍલન બન્યો મૅચવિનર

૩૩ બૉલમાં માત્ર ૪ ડૉટ બૉલ રમીને ૧૦૦ રન કરનારો ફિન ઍલન બન્યો મૅચવિનર

Published : 05 March, 2026 02:17 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં પહેલી વખત સાઉથ આફ્રિકાને હરાવીને ન્યુ ઝીલૅન્ડ પહોંચ્યું ફાઇનલમાં

ફિન ઍલન

ફિન ઍલન


ગઈ કાલે T20 વર્લ્ડ કપ 2026ની પહેલી સેમી-ફાઇનલમાં ન્યુ ઝીલૅન્ડે સાઉથ આફ્રિકાને ૯ વિકેટથી હરાવીને ધમાકેદાર વિજય મેળવ્યો હતો. T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં ન્યુ ઝીલૅન્ડની સાઉથ આફ્રિકા સામે આ પહેલી જીત છે. ન્યુ ઝીલૅન્ડ ૨૦૨૧ પછી બીજી વાર T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યું છે. ગઈ કાલે કલકત્તાના ઈડન ગાર્ડન્સમાં ન્યુ ઝીલૅન્ડે ટૉસ જીતીને પહેલાં સાઉથ આફ્રિકાને બૅટિંગમાં ઉતાર્યું હતું. સાઉથ આફ્રિકાએ ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૬૯ રન કર્યા હતા. ન્યુ ઝીલૅન્ડે માત્ર ૧૨.૫ ઓવરમાં ફક્ત ૧ વિકેટ ગુમાવીને ૧૭૩ રન કર્યા હતા અને ફાઇનલમાં એન્ટ્રી મારી હતી. ૪૩ બૉલ બાકી રાખીને મેળવેલા આ વિજયનો શિલ્પી ફિન ઍલન હતો. તેણે માત્ર ૩૩ બૉલમાં અણનમ ૧૦૦ રન કરીને તરખાટ મચાવી દીધો હતો. ૧૦ ફોર અને ૮ સિક્સ ફટકારીને ફિન ઍલને ૩૦૩.૦૩ના સ્ટ્રાઇક-રેટથી રન કર્યા હતા. આખી ઇનિંગ્સમાં તે માત્ર ૪ ડૉટ બૉલ રમ્યો હતો. ફિન ઍલને ગઈ કાલે ફટકારેલી સદી T20 વર્લ્ડ કપની ફાસ્ટેસ્ટ સેન્ચુરી હતી. આ પહેલાં ૨૦૧૬માં વાનખેડે સ્ટેડિયમમાં વેસ્ટ ઇન્ડીઝના ક્રિસ ગેઇલે ઇંગ્લૅન્ડ સામે ૪૭ બૉલમાં સેન્ચુરી કરી હતી એ ફાસ્ટેસ્ટ હતી. ઑવરઑલ T20 ઇન્ટરનૅશનલ ક્રિકેટના ઇતિહાસમાં ફિન ઍલનની સદી જૉઇન્ટ થર્ડ ફાસ્ટેસ્ટ છે.


Whatsapp-channel Whatsapp-channel

05 March, 2026 02:17 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK