ભારતીય મૂળનો આ સ્પિનર છેલ્લે કિવી ટીમ માટે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ટેસ્ટ-મૅચ રમ્યો હતો
એજાઝ પટેલ
ન્યુ ઝીલૅન્ડ અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ૧૮ ડિસેમ્બરથી સિરીઝની અંતિમ અને ત્રીજી ટેસ્ટ-મૅચ શરૂ થશે. ૧-૦થી લીડ ધરાવતી કિવી ટીમે આ મૅચ માટેની સ્ક્વૉડમાં એક ફેરફાર કર્યો છે. બીજી ટેસ્ટ-મૅચમાં ખભાની ઇન્જરીનો સામનો કરનાર ફાસ્ટ બોલર બ્લેર ટિકનર સ્ક્વૉડમાંથી બહાર થઈ ગયો છે. તેના સ્થાને ૩૭ વર્ષના સ્પિનર એજાઝ પટેલને સ્ક્વૉડમાં સ્થાન મળ્યું છે.
ભારતીય મૂળનો આ સ્પિનર છેલ્લે કિવી ટીમ માટે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ટેસ્ટ-મૅચ રમ્યો હતો, જ્યાં ૧૧ વિકેટ લઈને પ્લેયર ઑફ ધ મૅચનો અવૉર્ડ જીત્યો હતો. તેણે ભારતની ધરતી પર કિવી ટીમને ૩-૦થી ટેસ્ટ-સિરીઝમાં ક્લીન સ્વીપ કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તે છેલ્લે ફેબ્રુઆરી ૨૦૨૦માં ઘરઆંગણાની ટેસ્ટ-મૅચમાં રમ્યો હતો. મુંબઈમાં જન્મેલો આ સ્પિનર ન્યુ ઝીલૅન્ડ માટે ૨૧ ટેસ્ટ-મૅચની ૩૭ ઇનિંગ્સમાં ૮૫ વિકેટ લઈ ચૂક્યો છે.


